ક્રાઇમ:મૃતકને વતન લઈ જવા પુણામાં ધમાલ, 3 હજાર સામે ગુનો

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટોળાને ઉશ્કેરનાર બે આરોપીઓ. - Divya Bhaskar
ટોળાને ઉશ્કેરનાર બે આરોપીઓ.

પુણાના રાજીવનગર ઝુપડપટ્ટીમાં મંગળવારે એક યુવકના મૃતદેહને બિહાર લઈ જવાની માંગ સાથે લોકો રસ્તા પર આવી ગયા હતા. પોલીસે આગેવાની લેનાર બેની ધરપકડ કરી છે.

સહારા દરવાજાથી આગળ રાજીવનગર ઝુપડપટ્ટીમાં રહેતો રણજીત યાદવ(28)નું મોત થતા તેના દેહને બિહાર લઈ જવા રાવનરાજ યાદવ અને રમેશ મંડલે લોકોને ભેગા કરી મૃતદેહ સાથે બધા જ બિહાર જશે એવું કહ્યું હતું. પોલીસ પાસે પણ આજ માંગ કરી હતી.

ટોળામાંથી લોકો બોલતા હતા કે આ મરી ગયો હવે બીજા પણ મરશે એટલે અમને વતન જવા દો. ત્યારે પોલીસે તમામ લોકોને સમજાવ્યું હતું. તેમ છતાં ન માનતા પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો. પીઆઈ વી.યુ.ગડરીયાએ કહ્યું કે, લોકો ઘરમાં જતા રહ્યા બાદ 3000થી વધુ લોકોની આગેવાની લેનારા રાવનરાજ અને રમેશ મંડલ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે. 

અન્ય સમાચારો પણ છે...