કામગીરીમાં વિલંબ:રિંગરોડ બ્રિજનું રિપેરિંગ કામ પૂર્ણ ન થતાં 15 જૂન સુધી બંધ

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બેરિંગ રિપ્લેસમેન્ટની કામગીરીમાં વિલંબ
  • અગાઉ 8 મે સુધી જ બ્રિજ બંધ રહેવાનો હતો

રીંગરોડ પર ડો. આંબેડકર ફલાય ઓવરબ્રિજ વાહન વ્યવહાર માટે વધુ સમય માટે ચાલુ રાખી શકાય તેમ ન હોવાથી આ બ્રિજને રીપેરિંગ માટે 9 માર્ચથી 8 મે સુધી બંધ કરાયો હતો. પરંતુ બ્રિજના રીપેરીંગમાં સુપર સ્ટ્રક્ચર લીફટીંગ સાથે બેરીંગ રીપ્લેશમેન્ટ તથા તેને લગતી કામગીરી કરવાની હોવાથી બ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં વધુ સમય લાગે તેમ છે. જેથી પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ 9 મે થી 15 જૂન સુધી આ બ્રિજ તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ રહેશે એવુ જાહેરનામુ બહાર પાડ્યું છે.

આ સમયગાળા દરમ્યાન રીંગરોડ પરના બ્રિજની નીચેના બંને તરફ આવેલા રોડનો ઉપયોગ કરવાનો રહેશે. વૈકલ્પિક માર્ગ અને ટ્રાફિકના પરિવહનમાં સરળતા માટે અડાજણ તરફથી રેલવે સ્ટેશન તરફ જતા વાહનોએ તાપી નદી પરના શ્રીચંદ્રશેખર આઝાદ રીવર બ્રિજનો ઉપયોગ કરવાનો રહેશે. ઉધના દરવાજાથી ખરવર નગર જંક્શનથી કેનાલ બીઆરટીએસ રૂટનો ઉપયોગ કરી કામરેજ જવું હિતાવહ રહેશે. કમિશનર બંછાનિધિ પાનીએ વધુમાં જણાવ્યું કે, જાહેરનામાનો ભંગ કરનાર સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...