તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરના રીના મારુએ 12 કલાકમાં 98 કિમી રનીંગ કરી સ્ટેડિયમ રનમાં વિજેતા બન્યા છે. બેંગ્લોરની એક સંસ્થા દ્વારા મૂંબઈ ખાતે સ્ટેડિયમ રનનું આયોજન કરાયું હતુંં. જેમાં સમગ્ર ભારતમાંથી 78 મહિલા અને પુરૂષો પૈકી સુરતમાંથી વિશાલ હલવાવાલા, રીના મારુ, મહેક મખીજા, સ્મિતલ શાહ અને કાલિંદી મહેતાએ ભાગ લીધો હતો.મહિલા કેટેગરીમાં ટોપ-6 માં સુરતની 4 મહિલાઓ રહી હતી. આ રનમાં દોડવીરોએ સાંજે 5 વાગ્યેથી સવારે 5 વાગ્યે સુધી સતત દોડવાનું હોય છે.
12 કલાકમાં ઓછામાં ઓછા 75 કિમી દોડવાનું હોય છે
સ્ટેડિયમ રનમાં સતત 12 કલાક રનીંગ કરવાનું હોય છે. જેમાં આ રન સાંજે 5 વાગ્યે શરૂ થઈ હતી અને સવારે 5 વાગ્યે પૂર્ણ થઈ હતી. આ સમયમાં દોડવીરોને ખાવાનો અને ફિઝિયો કરવાનો બ્રેક આપવામાં આવે છે. 6 કલાક પછી મેડિકલ ચેકઅપ પણ થાય છે. 12 કલાકમાં દોડવીરોએ ઓછામાં ઓછા 75 કિમી પૂર્ણ કરવાના હોય છે તો જ તેઓ સ્પર્ધા માટે ક્વોલિફાઈ થાય છે. તેમજ મહિલા દોડવીરે 60 કિમી પૂર્ણ કરવાના હોય છે. કિમીની ગણતરી રાઉન્ડ પ્રમાણે ગણવામાં આવે છે. એક રાઉન્ડ 400 મીટરનો હોય છે. વધુમાં વધુ 15 મિનિટમાં એક રાઉન્ડ પૂર્ણ કરવાનો હોય છે જો 15 મિનિટથી વધુ થાય તો નેગેટીવ માર્કીંગ શરૂ થઈ જાય છે. સામાન્ય રીતે 400 મીટરને રાઉન્ડ પૂર્ણ કરતા 3 મિનિટનો સમય લાગે છે. પરંતુ રાઉન્ડ દરમિયાન ફિઝિયો કરાવવાનું હોય છે.
30 ડિગ્રી તાપમાનમાં રનીંગ કર્યુ
મેં અત્યાર સુધી 2 ફુલ મેરેથોન અને 25 હાફ મેરેથોન કરી છે. આ મારી પ્રથમ અલ્ટ્રા મેરેથોન હતી. જેના માટે મેં નવેમ્બરથી પ્રેકટીસ શરૂ કરી હતી. આ રનમાં મેં 11 કલાક અને 30 મિનિટમાં 99 કિમી પૂર્ણ કરી લીધા હતા. સમગ્ર રનીંગ દરમિયાન કુલ 30 મિનિટનો બ્રેક લીધો હતો. અમે 30 ડિગ્રી તાપમાનમાં રનીંગ કર્યું હતું. રનીંગ વખતે 10 કિમી પર પાણીની એક બોટલ પૂર્ણ થતી હતી. તેમજ ગોળ અને સોલ્ટ ટેબ્લેટ સતત ચાલુ રાખી હતી. - રીના મારુ
અન્ય વિજેતા
મહેક મખીજા : 95.6 , કિમી, 239 રાઉન્ડ
સ્મિતલ શાહ : 78.8 કિમી, 197 રાઉન્ડ
કાલિંદી મહેતા : 76.4 કિમી, 191 રાઉન્ડ
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.