ઇન્દોરથી ચરસની ડિલવરી કરવા આવેલા એક ઈસમને સારોલી પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી 475 ગ્રામ પ્રતિબંધિત ચરસ મળી કુલ 79250નો મુદામાલ કબજે કર્યો હતો. તેમજ જથ્થો આપનાર અને મંગાવનાર બે ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. દરમ્યાન ચરસનો જથ્થો મંગાવનાર આરોપીને એસઓજી પોલીસે એક પિસ્ટલ સાથે ઝડપી પાડ્યો હતો
બાતમીના આધારે વોચ ગોઠવી આરોપી ઝડપી પાડ્યો
સુરતમાં સારોલી પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી નિયોલ ચેકપોસ્ટ પાસેથી આરોપી ફૈઝલ ઉર્ફે સીએનજી મોહમદ સફી ખાનને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસે તપાસ કરતા ટ્રાવેલિંગ બેગમાંથી ચરસ મળી આવ્યું હતું. જેથી પોલીસે તેની ધરપકડ કરી હતી.પોલીસ તપાસમાં આરોપી ઇન્દોરથી ચરસની ડિલવરી કરવા આવ્યો હતો અને આ ચરસનો જથ્થો તેને ઇન્દોર ખાતે રહેતા જાવેદ ઉર્ફે બબલુએ આપ્યો હતો અને સુરતમાં રહેતા યાસીન નામના ઇસમેં મંગાવ્યો હતો. આ બનાવમાં પોલીસે ચરસનો જથ્થો મંગાવનાર અને મોકલનાર બંને ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા
આરોપી રીઢો ગુનેગાર
પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, પોતે અગાઉ જાન્યુઆરી 2022માં ડીસીબી પોલીસ મથકમાં ત્રણ પિસ્ટલ સાથે ઝડપાઈ ગયો હતો અને તેમાં તે જેલમાંથી જુન 2022માં છૂટ્યો હતો અને ત્યારબાદ તેણે સેંધવા ખાતે રહેતા તેના મિત્ર સેજાદ ઉર્ફે લાલા શેખની પાસેથી વેચાણ કરવા માટે એક પિસ્ટલ મંગાવી હતી. તેનો ગ્રાહક નહી મળતા પોતાની પાસે જ રાખી મૂકી હતી. ત્યારબાદ સુરત ખાતે રહેતા તેના મિત્રએ તેની પાસે ચરસ મંગાવતા તેણે થોડા દિવસો પહેલા ઇન્દોર ખાતે રહેતા તેના મિત્ર ફૈઝલ ઉર્ફે સીએનજી મો. સ્ફીખાન પાસે ચરસનો જત્થો મંગાવ્યો હતો દરમ્યાન ઇન્દોરથી ચરસ લઈને આવતા તે ઝડપાઈ ગયો હતો અને આ ગુનામાં પોલીસ તેને શોધતી હોય અને પોલીસ ઘરે આવશે તો પિસ્ટલ ન મળે તે માટે પિસ્ટલ પોતાની પાસે રાખી પોલીસથી બચવા આમતેમ નાસ્તો ફરતો હતો. આરોપી સામે આમર્સ એકટ હેઠળ પુણા પોલીસ મથકમાં ગુનો પણ નોધવામાં આવ્યો છે તેમજ આરોપી અગાઉ પાસા એક્ટ હેઠળ અટકાયત કરી અમદાવાદ સાબરમતી જેલ હવાલે પણ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.