ધરપકડ:પાર્સલ પર આધારકાર્ડની કોપી ચોંટાડી કુરિયરથી દારૂનો વેપલો કરતો રિક્ષાચાલક ઝડપાયો

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભટારના કારખાનેદારે પોલીસ ફરિયાદ કરી હતી
  • રિક્ષાચાલક કુરિયરની આડમાં શહેરમાં ઓળખીતાઓને દારૂ પહોંચાડતો હતો

ભટારમાં કારખાનેદારના ઘરે અઠવાડિયા પહેલા કુરિયરમાં1.35 લાખના દારૂના પાર્સલો આવ્યા હતા. જેમાં કારખાનેદારે પોલીસે જાણ કરી હતી. ખટોદરા પોલીસે પાર્સલો પર લખાયેલા મોબાઇલ નંબરના આધારે આરોપીને પકડી પાડયો છે.

આરોપીનું નામ સંદીપ શીલુરામ મદન(28) છે અને તે ઉધના મગદલ્લા રોડ નવજીવન સર્કલ પાસે દ્વારકેશ સોસાયટીમાં ભાડેથી રહી રિક્ષા ચલાવે છે. તે મૂળ હરિયાણાના પાનીપતનો રહેવાસી છે. હરિયાણાના પાનીપતમાં મિત્ર નામે રવિન્દ્રએ તેને પાર્સલોમાં દારૂનો માલ મોકલ્યો હતો. પછી રિક્ષાચાલક સુરતમાં તેના ગામના ઓળખીતા લોકોને દારૂનો માલ વેચાણ કરતો હતો. અગાઉ બે મહિના પહેલા મિત્રએ કુરિયરમાં પાર્સલ કરી દારૂની 7 થી 8 બોટલો મોકલી હતી. તે વખતે કુરિયરબોયએ ફોન કરી દેતા રસ્તામાંથી સંદીપ પાર્સલ લઈ ગયો હતો.

જયારે આ વખતે કુરિયરબોયએ જે એડ્રેસ હતું તેના પર આપવા જતો રહેતા ચાલક અને તેના મિત્રનો ભાંડો ફુટી ગયો હતો. વધુમાં રિક્ષાચાલક સંદીપ આજુબાજુના વિસ્તારમાં કોઈના પણ આધારકાર્ડની ઝેરોક્ષ લઈ તેના મિત્રને મોકલી આપતો હતો પછી મિત્ર કુરિયરમાં જે પાર્સલો મોકલી આપતો તેના પર આધારકાર્ડની ઝેરોક્ષ લગાવી મોબાઇલ નંબર સંદીપનો લખી દેતો હતો. ચાર પાર્સલોમાં 1.35 લાખનો વિદેશી દારૂ દિલ્હી એક્ષપ્રેસથી 9મી નવેમ્બરે ભટાર ઉમાભવન વાસુદેવ એપાર્ટમેન્ટમાં રહેતા અશોક દીપચંદ્ર ઝવરનું આધારકાર્ડનું એડ્રેસ લખી મોકલી આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...