દુર્ઘટના:સુરતના અમરોલીમાં પાર્ક કરેલી રિક્ષામાં રહસ્યમય સંજોગોમાં આગ લાગતાં 10 મિનિટમાં બળીને ખાક

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાતા લોકોમાં હાશકારો થયો હતો. (ફાઈલ તસવીર) - Divya Bhaskar
ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાતા લોકોમાં હાશકારો થયો હતો. (ફાઈલ તસવીર)
  • ફાયરબ્રિગેડે સમયસર પહોંચીને રિક્ષા નજીકની મોપેડ અને બાઈકને આગથી બચાવી

સુરતના અમરોલી ખાતેના છાપરાભાઠા રોડ પર પાર્ક કરેલી એક રિક્ષામાં ગત રાત્રિના સમય રહસ્યમય સંજોગોમાં આગ ભભૂકી ઉઠી હતી. સીએનજી રિક્ષામાં આગ લાગતાં આસપાસમાં હાજર લોકોમાં અફડાતફડી મચી ગઈ હતી. બાદમાં સમગ્ર ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની સાથે સાથે નજીકમાં પાર્ક થયેલી બાઈક-મોપેડ સહિતના પાંચ વાહનોને આગથી બચાવ્યાં હતાં.

ગણતરીના સમયમાં રિક્ષા સળગી ગઈ
ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ અમરોલીના છાપરાભાઠા રોડ ઉપર આવેલ સીતારામ મંદિર નજીક ખુલ્લા પ્લોટમાં રીક્ષા ચાલક રઈસ અંસારી (રહે-ફૂલવાડી)એ પોતાની રીક્ષા પાર્ક કરીને નજીકમાં આવેલી ગલીમા જમવા માટે ગયો હતો. તે રીક્ષા પાર્ક કરીને ગયો અને 10 જ મિનિટમાં રહસ્યમય સંજોગોમાં જ રિક્ષામાં આગ ભભૂકી ઉઠી હતી.જેને લીધે ઘટના સ્થળ ઉપર હાજર લોકોમાં અફડાંતફડી મચી ગઈ હતી. આ અંગે જાણ થતા રીક્ષા ચાલક પણ બહાર દોડી આવ્યો હતો.

અન્ય વાહનો બચાવાયા
જાણ થતા ફાયરની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને થોડા જ સમયમાં આગ ઓલવી ઘટના ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, રીક્ષા આગમાં સંપૂર્ણ બળી ગઈ હતી. આગ લાગવાનું કારણ જાણવા નહિ મળ્યું પરંતુ રિક્ષાની નજીકમા અન્ય રીક્ષા અને એક મોપેડ તથા બે બાઈક પાર્ક કરેલી હતી. તે પાચે વાહનો બચાવી લેવામાં આવ્યા હતા.