તાજેતરમાં સુરત મહાનગર પાલિકાનું ડ્રાફ્ટ અને રિવાઇઝ્ડ બજેટ મંજૂર થયા બાદ નવા વર્ષમાં મહત્તમ વિકાસ કામો કરવા ભાર મૂકાયો છે. જે માટે પાલિકા કમિશનરે 25 કરોડથી વધુ, 5 કરોડથી 25 કરોડ અને 5 કરોડ સુધીના નાના કામો માટે ત્રણ કેટેગરી બનાવી રિવ્યૂ બેઠક કરવાનો નિર્ણય લીધો છે. જેમાં 25 કરોડથી વધુના મોટા કામોનું દર 15 દિવસે રિવ્યૂ કરવામાં આવશે.
દર મંગળવારે પાલિકામાં બજેટ સમીક્ષાની બેઠક મળનારી છે. જેમાં મસમોટા પ્રોજેક્ટ ડુમસ સી-ફેસ, તાપી શુદ્ધિકરણ, બાયોડાયવર્સિટી પાર્ક સહિતના મોટા પ્રોજેક્ટોનો પ્રોગ્રેસ રીપોર્ટ લેવાયા હતા. પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે દર 15 દિવસે મોટા પ્રોજેક્ટોની કામગીરીનો સ્ટેટસ રીપોર્ટ અને પ્રોગ્રેસ રીપોટ મેળવવામાં આવે છે.
હવે 5 કરોડથી 25 કરોડ સુધીના પ્રોજેક્ટોની પણ નિયમિત આ જ રીતે સમીક્ષા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જયારે 5 કરોડથી નાના કામોની સમીક્ષા સીટી ઈજનેર સ્તરે દર સપ્તાહે કરવામાં આવશે. આ પ્રોજેક્ટોનો પણ સ્ટેટસ રીપોર્ટ દર 15 દિવસે કમિશનરની હાજરીમાં થનાર બજેટ રીવ્યુ બેઠકમાં રજુ કરાશે. આ રીવ્યુંના આધારે પ્રોજેક્ટને આગળ ધપાવવામાં આવશે. જેમાં કઈ ક્ષતિ જણાશે તે માટે રિવ્યુ બેઠકમાં ધ્યાનમાં લેવાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.