બેઠક:આજથી ચાર દિવસ પાલિકાના ડ્રાફ્ટ બજેટ માટે સમીક્ષા બેઠક

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવા વિસ્તારોની સુવિધાઓ પર ભાર મુકાશે
  • ઉત્તરાયણ પહેલા​​​​​​​ બજેટ રજૂ થવાની શક્યતા

મહાનગરપાલિકાના નાણાકીય વર્ષ 2021-22ના રિવાઇઝ્ડ તથા નાણાકીય વર્ષ 2022-23ના ડ્રાફટ બજેટ અંગે આવતીકાલે સોમવારથી પાલિકા કમિશનર બંછાનિધી પાનીની અધ્યક્ષતામાં ચાર દિવસ સુધી બજેટ સમીક્ષા બેઠક મળનાર છે. આ બેઠકમાં વિવિધ ખાતાના હેડ, ઝોનલ ઓફિસરો તમામને બજેટ પ્રેઝન્ટેશન સહિતની સંપૂર્ણ વિગત સાથે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. આવતીકાલથી શરૂ થનારી બજેટની સમિક્ષા બેઠક 6 જાન્યુઆરીને ગુરુવારના રોજ પૂર્ણ થશે.

બેઠકમાં પાલિકાના વિવિધ વિભાગો તથા ઝોન વાઇઝ બજેટની સમીક્ષા કરવામાં આવશે. સોમવારે પ્રથમ દિવસે 5 કલાકના 5 સેશનમાં બેઠક યોજાશે. આ બેઠકમાં ફરજિયાત કોવિડ-19ની ગાઇડલાઇનનું ચુસ્ત અમલ કરવા સૂચના આપવામાં આવી છે. સંભવતઃ ઉતરાયણ પહેલા જ પાલિકા કમિશનર દ્વારા બજેટ રજૂ કરવામાં આવે તેવી સંભાવના છે.

શહેરમાં 27 ગામ અને 2 નગરપાલિકા સમાવિષ્ટ કરાયા બાદ આ નવા વિસ્તારોમાં પ્રાથમિક સુવિદ્યાના વિકાસ કામો માટે આગામી બજેટમાં ભાર મુકાશે. જેને લઇ બજેટનું કદ 7 હજાર કરોડને પાર થવાની પણ સંભાવના જોવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમય દરમિયાન નવા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓની ખાસ્સી બૂમ ઊઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...