હરાજીથી મોટી આવક:સુરતમાં ડિટેઈન થયેલા 3271 વાહનોની હરાજીથી 1.37 કરોડની આવક, રાજ્યના 130 વેપારીઓએ ભાગ લીધો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 વર્ષના વાહનોની પોલીસે હરાજી કરી

શહેરમાં નો-પાર્કિંગમાં પાર્ક કરેલ હોય તેમજ ડિટેઈન કરાયેલા હોય તેવા વાહનો જે માલિકો દ્વારા લાંબો સમય વિતી ગયો હોવા છતાં છોડાવાયા ન હોય તેવા કુલ 3271 વાહનોની ગત રોજ હરાજી કરાઈ હતી. આ સાથે જ કુલ રૂ.1.37 કરોડની આવક પ્રાપ્ત થઈ હતી. આ હરાજી પોલીસ મુખ્ય મથક, કોમ્યુનિટી હોલ ખાતે કરાઈ હતી.

વર્ષ 2018થી 2021 દરમિયાન નો-પાર્કિંગ અથવા ડિટેઈન કરવામાં આવ્યા હોય તેવા કુલ 3271 વાહનોની ગત રોજ 17મેએ હરાજી કરવામાં આવી હતી. આ હરાજીમાં રાજ્યના 130 વેપારીઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત હરાજીમાં ઉપજેલા કુલ રૂ.1,37,18,000 સરકારના ટ્રેઝરીમાં જમા કરવામાં આવશે.

આ હરાજીથી શહેરના કુલ 9 ગોડાઉનમાં જગ્યા ખાલી કરાઈ છે. વધુમાં સરથાણા ગોડાઉનમાંથી કુલ 1157, ફાલસાવાડી ગોડાઉનમાંથી કુલ 179, પેટલવાડી ગોડાઉનમાંથી 288, લાલદરવાજા ગોડાઉનમાંથી 275, ખટોદરા ગોડાઉનમાંથી 223, પિપલોદ ગોડાઉનમાંથી 379, મનીષા ગોડાઉનમાંથી 197, અડાજણ ગુજરાત ગેસ સર્કલ ગોડાઉનમાંથી 419, અડાજણ ફાયર સ્ટેશન ગોડાઉનમાંથી 136 વાહનો સાથે કુલ 3271 વાહનોની હરાજી કરાઈ હતી. સાથે 9 ગોડાઉનમાંથી જગ્યા ખાલી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...