રાહત:4 માસ પહેલા મળેલી સાત વર્ષની બાળકીનું મિલન

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચાર માસ પહેલા લિંબાયત પોલીસને મળેલી 7 વર્ષની બાળકીના માતા પિતાને જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમે શોધી કાઢી સુખદ મિલન કરાવ્યું હતું. લિંબાયત પોલીસે રામનગર સ્થિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં આશ્રય અપાવ્યો હતો. બાદ સંસ્થાના કર્મચારી દ્વારા કાઉન્સિલ કરાયું હતું. જેમાં બાળકીએ તેનો પરિવાર પરવત પાટીયા વિસ્તારમાં રહેતો હોવાનું જણા‌વ્યું હતું. આ માહિતીના આધારે પ્રોબેશન ઓફિસર અને ગૃહ માતાની ટીમે તપાસ કરતા પરવત પાટીયા આઇ માતા ચોક પાસે બાળકીના કાકા-કાકી મળી આવ્યા હતા. બાદ શનિવારે માતા પિતાને બોલાવી બાળકી સોંપી હતી.

અન્ય સમાચારો પણ છે...