તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેપારીઓને જીએસટીની રાહત:ડિજિટલ સિગ્નેચરને બદલે હવે મોબાઇલથી રિટર્ન ભરી શકાશે

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિકાસકારો મુંબઇ DRI સમક્ષ નિવેદન લખાવવા નહીં ગયા
  • કોરોના કાળમાં અટવાયેલાં વેપારીઓને જીએસટીની રાહત

કોરોના કાળમાં અટવાયેલાં વેપારીઓ માટે સરકારે રિટર્ન અને લેટ ફી સબંધિત અનેક રાહતો જાહેર કરી હતી. જેમાં વ્યક્તિગત સિવાયના એટલે કે કોર્પોરેટ બોડી, સંસ્થા સહિતના નંબર ધારકોને ડિજિટલ સિગ્નેચરની જગ્યાએ મોબાઇલ પર ઓટીપીના આધારે પણ રિટર્ન ફાઇલ કરવાની છુટ આપવામાં આવી હતી. બીજી તરફે નવા રજિસ્ટ્રેશનના કેસમાં હજી ડિપાર્ટમેન્ટે કડકાઈ જાળવી રાખી છે. ટેક્સ બાર એસો.ના સભ્યો કહે છે કે સરકારમાં અનેક રજૂઆતો કરવા છતાં હજી રિફંડ અને નવા નંબર મામલે કોઈ રાહત અપાઈ નથી.

જીએસટી બાર એસોના સેક્રેટરી જિગ્નેશ કણીયાએ કહ્યું કે કોરોનાને ધ્યાનમાં રાખીને રાહતો જાહેર કરાઈ છે જેમાં જુલાઇ 2017થી એપ્રિલ 2021 સુધીના જીએસટીઆર 3-બી રિટર્ન બાકી હોય તે 1 જુન, 2021થી 31 ઓગષ્ટ, 2021 સુધીમાં ફાઇલ કરે તો લેઇટ ફીમાં રાહત આપવાની જોગવાઈ 30 નવેમ્બર, સુધી લંબાવી દેવામાં આવી છે. આ ઉપરાંત જીએસટી રજિસ્ટ્રેશન રદ થયા હોય અને નોંધણી ચાલુ રાખવા માગતા વેપારીઓ માટે રિવોકેશનની અરજી કરવાની મુદત 30 સપ્ટેમ્બર કરાઈ છે.

જીએસટી રિફંડની સમસ્યા યથાવત
જીએસટી બાર એસો.ના પ્રેસિડન્ટ પ્રશાંત શાહ કહે છે કે રિફંડની બાબતે હજી સ્પોટ વેરિફિકેશનની જે કામગીરી કરવામાં આવી રહી છે તે અને અન્ય અનેક કારણોના લીધે રિફંડ હજી રેગ્યુલર અને સરળતાથી મળી રહ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...