તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:કાપડનો વેચેલો માલ પરત કરનારાને બ્લેકલિસ્ટ કરાશે

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાંચ ટકા જ પેમેન્ટ આવી રહ્યું છે, વેપારીઓને દબાણ કરાય તો તેઓ માલ રીટર્ન કરે તેવી ભીતિ

રાજ્ય સરકારે વેપાર-ધંધાને સાંજે 6 વાગ્યા સુધી કાર્યરત રાખવાની છૂટ આપી છે. આ વચ્ચે હજી માર્કેટને વ્યવસ્થિત શરૂ થવામાં 20 દિવસનો સમય લાગશે. ત્યારે બીજી તરફ બહારગામથી આવનારું પેમેન્ટ અટકી જવાની સાથે રિટર્ન ગુડ્સની સમસ્યામાં વધારો થાય તેની ચિંતા વેપારીઓએ વ્યક્ત કરી છે. રિટર્ન આવતા માલને કંટ્રોલ કરવા માટે મર્કન્ટાઈલ એસોસિએશન દ્વારા વેપારીઓ સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, ‘જે બહારગામના વેપારીએ સ્થાનિક વેપારીને જાણ બહાર ગુડ્સ્ રિટર્ન કર્યું તેનું નામ માર્કેટમાં વેપારીઓના સોશિયલ મિડિયામાં ઉજાગર કરવાની સાથે કાયદેસરની કાર્યવાહી કરવા સુધ્ધા પગલા લેવા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે.’

સુરત મર્કન્ટાઈલ એસો.ના નરેન્દ્ર સાબુ કહે છે કે, ‘કાપડ સેક્ટરમાં 5 ટકા જ પેમેન્ટ આવી શક્યું છે, એવામાં જો બહાર ગામના વેપારીને દબાણ કરવામાં આવે તો વેચાણ કરેલો માલ રિટર્ન થાય તેવી ચિંતા છે. આવી સ્થિતિ નહીં ઉદ્દભવે માટે જે વેપારી સુરતના વેપારીને જાણ કર્યા વગર માલને પરત કરશે તેને બ્લેક લિસ્ટ કરવામાં આવશે.’

અન્ય સમાચારો પણ છે...