હાલાકી:દિવાળી પર વેચાયેલો માલ પરત રોજનાં 2 હજાર પાર્સલો રિટર્ન

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિલ્હી, યુ.પી. બિહાર સહિતનાં રાજ્યોના વેપારીઓની ડાંડાઈ

સુરતમાંથી દિવાળી પર અલગ અલગ રાજ્યોમાં મોકલવામાં આવેલો ટેક્સટાઈલનો માલ રિટર્ન આવી રહ્યો છે. અંદાજ પ્રમાણે રોજના 2 હજારથી વધારે પાર્સલો રિટર્ન આવી રહ્યા છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે ધારા મુજબ જ ઉઘરાણી કરવા છતાં પૈસા આપવા પડે એટલે સામેના વેપારીઓ માલ રિટર્ન કરી રહ્યા છે.

રિટર્ન પાર્સલ કાપડ વેપારીઓ માટે માથાના દુખાવા સમાન છે. ગત વર્ષે દિવાળીમાં ખુબ સારો રિસ્પોન્સ મળ્યો હતો. આ વર્ષે જોઈએ તેવો વેપાર થયો ન હતો. બીજી તરફ હવે દિવાળી બાદ ધીમે ધીમે માર્કેટો શરૂ થઈ ગઈ છે ત્યારે કાપડના પાર્સલો રિટર્ન આવી રહ્યા છે. ખાસ કરીને દિલ્હી, યુ.પી. બિહાર સહિતના રાજ્યોમાંથી સાડી, ડ્રેસ, દુપટ્ટા, ડ્રેસ મટીરીયલ્સ સહિતના પાર્સલો રિટર્ન આવી રહ્યા છે. વેપારીઓના કહેવા પ્રમાણે રોજ 10 ટ્રકમાં 1500થી 2000 જેટલા પાર્સલો રિટર્ન આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...