કાર્યવાહી:સુડાના નિવૃત્ત નગર નિયોજકની અપ્રમાણસર મિલકત મુદ્દે ધરપકડ

સુરત5 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી ખેર મહંમદ - Divya Bhaskar
આરોપી ખેર મહંમદ
  • 34.14 લાખની મિલકત મળી આવી હતી
  • ખેર મહંમદના નામે ACBમાં અરજી આવી હતી

સુડાના રિટાયર જુનિયર નગર નિયોજક (જુનિયર ટાઉનપ્લાનર)ની અપ્રમાણસર મિલકતો ACBની તપાસમાં બહાર આવી છે. એસીબીના સ્ટાફે તત્કાલીન જુનિયર નગર નિયોજક ખેર મહંમદ જાન મહંમદ સીઘી સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી કરી છે.

વધુમાં એસીબીના સ્ટાફે જણાવ્યું કે, સુડામાં અગાઉ ફરજ બજાવતા વર્ગ-2ના કર્મચારી એવા તત્કાલીન જુનિયર નગર નિયોજક ખેર મહંમદની પ્રમાણસર મિલકત બાબતે એસીબીમાં અરજી આવી હતી. સંદર્ભે એસીબીના સ્ટાફે રિટાયર જુનિયર નગર નિયોજકના કાયદેસરની આવકની તપાસ કરી હતી.

જેમાં 1-1-12 થી 30-6-18 સુધીમાં તત્કાલીન ખેર મહંમદની કાયદેસરની આવક 90.76 લાખના પ્રમાણમાં 34.14 લાખની એટલે કે 37.62 ટકા અપ્રમાણસર મિલકતો સામે આવી હતી. 1985માં ખેર મહંમદ સર્વેયર તરીકે ભરતી થયા બાદ નગર રચના અધિકારી તરીકે વર્ષ 2018માં બદલી થઈ અને 30મી જુન-2018માં નોકરીમાંથી નિવૃત થયા હતા. એસીબીની તપાસમાં આરોપી ખેર મહંમદ પાસે અપ્રમાણસર મિલકત હોવાનું બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...