ફરિયાદ:બોગસ પાવરથી જમીન વેચવા જતાં નિવૃત શિક્ષકનો સગો ભાઈ ભેરવાયો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓલપાડમાં વડીલોપાર્જિત જમીનમાં ભાઈ- કાકાના નામનો બોગસ પાવર બનાવતા સગાભાઇની ધરપકડ, અન્ય 4 ફરાર

ઓલપાડમાં રહેતા સગાભાઈએ વડીલોપાર્જિત જમીનમાં ભાઈ અને કાકાના નામનો બોગસ પાવર બનાવી જમીનનો સોદો કરવા સોદાચિઠ્ઠી બનાવીને ભેરવાયો છે. આ અંગેની ભાઈ અને કાકાને ખબર પડતા તેઓ ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે સગાભાઈ કિશોર શાંતિલાલ પટેલ(રહે,પાદર ફળિયા, શેરડી, ઓલપાડ)ની ધરપકડ કરી છે. જ્યારે પ્રદીપ ભાવેશ વામજા(રહે,સંધ્યા વદન સોસા,પાલનપુર જકાતનાકા,મૂળ રહે,અમરેલી), ચકુર રણછોડ હડીયા અને શકદાર કનુ મકવાણા(રહે,પર્વત પાટિયા) અને મિલાપ ધકાન(રહે,નક્ષત્ર સોલીટર, પાલનપુર નહેર) સામે પણ પોલીસે ગુનો નોંધ્યો છે.

આ કેસની તપાસ ઈકો સેલને સોંપવામાં આવી છે. ઓલપાડ શેરડી ગામે પાદર ફળિયામાં રહેતા નિવૃત શિક્ષક જશવંતભાઈ શાંતિલાલ પટેલની વરીયાવ અને કોસમ ગામે વડીલોપાર્જિત જમીનો છે. આ જમીનોમાં સગાભાઈએ વેચાણ કરવા માટે નિવૃત શિક્ષક જશવંત પટેલ અને કાકા ઠાકોર પટેલના નામના બે બોગસ પાવર ઓફ એટર્ની બનાવ્યા હતા અને તેમાં બે ડમી સાક્ષીઓ ઊભા કર્યા હતા.

કરોડોની કિંમતની બન્ને જમીનો વેચાણ કરવા માટે સગોભાઈ ફરતો હોવાની વાત કાકા-ભત્રીજાને ખબર પડી હતી. પછી કિશોર પટેલને તેના ભાઈ અને કાકાએ બોલાવી જમીનના બોગસ પાવર ઓફ એટર્ની બનાવી હોવાની બાબતે વાતો કરી ત્યારે તેણે આવું કશું કર્યુ ન હોવાનું રટણ કર્યુ હતું. પછી કાકા-ભત્રીજાએ ન્યૂઝપેપરમાં નોટિસ આપી ત્યારે સગાભાઈનો ભાંડો ફૂટી ગયો હતો. સગાભાઈએ બોગસ ડોક્યુમેન્ટો આધારે જમીનનો સોદો નક્કી કરી સોદાચિઠ્ઠી બનાવી હતી. જેમાં કિશોર સાથે પ્રદીપ વામજા, ચકુર હડીયા અને કનુ મકવાણાએ મળી અરજણની સાથે જમીનનો સોદો નક્કી કરી 21.51 લાખની રકમ લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...