આત્મહત્યા:વેસુમાં નિવૃત્ત પાલિકા કર્મીનો બીમારીથી કંટાળી આપઘાત

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સ્યુસાઈડ નોટમાં ‘દિકરા માટે કશુ ન કરી શક્યો સોરી, કોઈ પર બોજ બનવા માંગતો નથી’લખ્યું

વેસુમાં રહેતા અને પાલિકાના નિવૃત્ત કર્મચારીએ બીમારીથી કંટાળીને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલા તેમણે લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેમણે હું મારા દિકરા માટે કશું કરી શક્યો નથી જેથી સોરી, પોતે બોજ બનવા ન માંગતા હોવાથી પગલું ભર્યાનો ઉલ્લેખ કર્યો હતો. બનાવ અંગે ઉમરા પોલીસે તપાસ શરૂ કરી છે.

વેસુ સારૂ નગર ખાતે રહેતા શશીકાંતભાઈ બાબભાઈ પટેલ(62) અગાઉ પાલિકાના લાઈટ વિભાગમાંથી નિવૃત્ત થયા બાદ હાલ એક પુત્ર અને પુત્રી સહિતના પરિવાર સાથે નિવૃત્ત જીવન વ્યતિત કરતા હતા. તેમને છેલ્લા દોઢ વર્ષથી પેશાબની બીમારી હતી. જેથી બીમારીથી કંટાળીને તેમણે મંગળવારે પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

બનાવની જાણ થતા ઉમરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસને શશીકાંતભાઈએ આપઘાત પહેલા લખેલી એક સ્યુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં તેમણે ` હું મારા દિકરા માટે કશું કરી શક્યો નથી જેથી સોરી, હું કોઈની ઉપર બોજ બનવા માંગતો નથી સંતાન પાસે સેવા કરાવવાનું સારૂ નહી લાગતા આ પગલું ભરૂ છું` એવો ઉલ્લેખ કર્યો હતો. બીમારીથી કંટાળીને શશીકાંતભાઈએ આપઘાતનું પગલું ભર્યું હોવાનુ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...