હાલાકી:બોમ્બે માર્કેટમાં અડધું ભાડુ વસુલવાની માંગણી સાથે રિટેઇલર્સે વિરોધ નોંધાવ્યો

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આજે કલેક્ટરને આવેદન આપી ધરણાં કરવા પરવાનગી માંગશે

બોમ્બે માર્કેટના 400 જેટલા ભાડુઆત રિટેઈલર્સે દુકાનના માલિકો પાસે 2 માસના લોકડાઉનના ભાડું માફ કરવા અને આવનારા 6 માસના ભાડામાં 50 ટકા રાહત આપવા માટે માંગણી કરી હતી. જેને દુકાન માલિકોએ નકારી દેતાં શુક્રવારે બોમ્બે માર્કેટ ભાડુઆત રિટેઈલર્સે રોષે ભરાયને માર્કેટ પરિસરમાં બપોરે 11 થી 3 વાગ્યા સુધી દેખાવો કર્યો છે.

ઉપરાંત, 20 જેટલા શો-રૂમ ખાલી કરી તેની ચાવી દુકાન માલિકોને પણ સોંપી દેવાય છે. આજે કલેકટરને આવેદન આપીને ધરણાંની માંગણી કરવામાં આવશે. પ્રદર્શન કરનારા વેપારીઓ દ્વારા બોમ્બે માર્કેટ ભાડુઆત રિટેઈલર્સ એસોસિયેશન બનાવવામાં આવ્યું છે. જેના પ્રેસિડેન્ટ લાલુ દેસાઈ જણાવે છે કે, માર્કેટમાં કુલ 500થી વધુ દુકાનો આવેલી છે, જેમાંથી 400 દુકાનો ભાડાની છે. આ દુકાનોનું સરેરાશ ભાડું એક થી દોઢ લાખ છે. લોકડાઉનના લીધે છેલ્લાં 60 દિવસથી માર્કેટ બંધ હતી. આવા સંજોગોમાં દુકાનના માલિકો ભાડામાં રાહત આપે તેવી માંગ સાથે એપ્રિલ-મેના ભાડું માફ કરી આવનારા 6 માસનું ભાડામાં 50 ટકાની રાહત આપવા માંગણી કરાય છે. જોકે, તેનો અસ્વીકાર થયો છે. જેને પગલે અમે માર્કેટ પરિસરમાં દેખાવો કર્યા છે. આજે જિલ્લા કલેક્ટર આવેદન આપીશું.’

અન્ય સમાચારો પણ છે...