ધો. 12 સામાન્ય પ્રવાહ રિઝલ્ટ:સુરતનું 87.52% પરિણામ જાહેર, ગુજરાતમાં સૌથી વધુ A-1માં 643 અને A-2માં 4382 વિદ્યાર્થી

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પરિણામની ખુશીમાં વિદ્યાર્થિનીઓ સાફા પહેરી આવી. - Divya Bhaskar
પરિણામની ખુશીમાં વિદ્યાર્થિનીઓ સાફા પહેરી આવી.
  • ગુજરાતનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 86.91% પરિણામ જાહેર કરવામાં આવ્યું

માર્ચ અને એપ્રિલ મહિનામાં લેવાયેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાના પરિણામો આવવાના શરૂ થઈ ગયા છે. ગત મહિને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 86.91 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરતનું 87.52 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પણ સુરતે A-1 અને A-2માં ડંકો વગાડ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ સુરતમાં A-1માં 643 અને A-2માં 4382 વિદ્યાર્થીઓ નોંધાયા છે.

A-1 અને A-2માં ડંકો વગાડ્યો
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું સુરત જિલ્લાનું 87.52 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતમાં સૌથી વધુ સુરતના A-1માં 643 અને A-2માં 4382 વિદ્યાર્થીઓએ બાજી મારી છે. આ સાથે B-1માં 7521, B-2માં 8995, C-1માં 8128, C-2માં 3813, Dમાં 255 અને Eમાં 2 વિદ્યાર્થી છે.

વિદ્યાર્થીઓ દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી.
વિદ્યાર્થીઓ દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી.

38551 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી
ગત માર્ચ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માર્ચ મહિનામાં લેવામાં આવી હતી. વડોદરા શહેર જિલ્લામાં સામાન્ય પ્રવાહના 38551 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. બોર્ડના પરિણામો પણ સમયસર જાહેર કરવામાં આવી રહ્યા છે.

મિઠાઈ ખવડાવી પરિણામની ઉજવણી કરવામાં આવી.
મિઠાઈ ખવડાવી પરિણામની ઉજવણી કરવામાં આવી.

6 જૂને ધોરણ 10નું પરિણામ જાહેર થશે
ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત પ્રમાણે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર થયું છે. સાથે ધોરણ 10 બોર્ડના પરિણામોની તારીખ પણ જાહેર થઈ ચૂકી છે. આગામી 6 જૂને ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવશે.

સુરત જિલ્લાનું સેન્ટર પ્રમાણે પરિણામ

સેન્ટર

પરિણામ (ટકાવારી)

બારડોલી80.8
સુરત84.54
વરાછા92.38
કીમ78
રાંદેર89.91
નાનપુરા87.37
ઉધના83.46
માંડવી88.63
વાંકલ81.46
અમરોલી92.58
કતારગામ84.25
દક્ષિણ વરાછા91.6
ઓલપાડ91.4
ભટાર88.48
નાનપુરા બ્લાઈંડ100
લિંબાયત86.01
સચિન86.8
કઠોર90.14
મહુવા75.98
અનાવલ83.29
પલસાણા82.84
ઉમરપાડા90.75
માંગરોળ88.72
સેન્ટ્રલ જેલ100

બાળમંદિરથી ધો.12 સુધી ટ્યૂશન જ નહીં લધું’ને એ-1 ગ્રેડ મેળવ્યો
અડાજણ સંસ્કાર ભારતી વિદ્યાલયમાં અભ્યાસ કરતી વેકરીયા નેહાએ બાળમંદિરથી ધો.12 સુધી ટ્યૂશન જ નથી લીધું. તેણે ધો.12 સામાન્ય પ્રવાહમાં 750માંથી 682 માર્ક્સ લાવવા સાથે એ-1 ગ્રેડ મેળવ્યો છે.

પતરાના મકાનમાં રહેતો સંકેત કવાનો એ-1 ગ્રેડ લઇ આવ્યો
સંસ્કારદીપ સ્કૂલના સંકેત કવાનો એ-1 ગ્રેડ આવ્યો છે. જો કે, આ વિદ્યાર્થીના પિતા હરેશભાઇ ફર્નિચરની મજૂરી કરે છે. આર્થિક સ્થિતિ સારી ના હોવા છતા સંકેતે મહેનત કરી સારૂ રિઝલ્ટ મેળવ્યું છે. આ સાથે આ સ્કૂલમાં એ-1 ગ્રેડમાં 5 વિદ્યાર્થી આવ્યા છે.

અંધ અને કેદીઓનું રિઝલ્ટ 100%
શહેરના અંધ અને કેદી વિદ્યાર્થીઓનું રિઝલ્ટ 100% આવ્યું છે. નાનપુરા બ્લાઇડ સેન્ટરમાંથી 12 વિદ્યાર્થીઓએ રજિસ્ટર્ડ થયા હતા. લાજપોર જેલમાં 14 વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ થયા હતા. જેમાંથી 12એ પરીક્ષા આપી હતી અને તમામ પાસ થયા છે.

રાજ્યમાં સૌથી વધારે રિઝલ્ટ 95.41% ડાંગનું, પણ એ-1 ગ્રેડમાં એકેય નહીં
આખા રાજ્યમાં સૌથી વધારે રિઝલ્ટ 95.41% ડાંગનું છે. જોકે, એકેય વિદ્યાર્થી એ-1 ગ્રેડમાં નથી આવ્યો. જ્યારે દ.ગુજરાતમાં સૌથી ઓછું 82.71% રિઝલ્ટ દમણ અને દાનહનું આવ્યું. જ્યાં પણ એકેય વિદ્યાર્થી એ-1 ગ્રેડમાં આવ્યા નથી. તાપી, નવસારી, ભરૂચ અને વલસાડમાં 3, 14, 21 અને 7 વિદ્યાર્થી એ-1 ગ્રેડમાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...