• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Results Of State Legislatures Including Uttar Pradesh, Punjab, Political Parties In Surat Got Together And Arranged To See The Results.

પરિણામની ઉત્કંઠા:ઉત્તરપ્રદેશ, પંજાબ સહિતના રાજ્યના ચૂંટણી પરિણામ, સુરતમાં રાજકીય પક્ષોએ એકઠા થઈને રિઝલ્ટ જોવાની વ્યવસ્થા કરી

સુરત4 મહિનો પહેલા
ભાજપના નેતાઓ અને કાર્યકરોએ સ્થળે એકઠા થઈને પરિણામ જોઈ રહ્યાં છે. - Divya Bhaskar
ભાજપના નેતાઓ અને કાર્યકરોએ સ્થળે એકઠા થઈને પરિણામ જોઈ રહ્યાં છે.
  • દેશના પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોની સીધી અસર ગુજરાત વિધાનસભા પર થવાની શક્યતા

છેલ્લા બે-ત્રણ મહિનામાં જે પ્રકારે દેશમાં રાજકીય માહોલ જોવા મળ્યો તેમાં વિશેષ કરીને ઉત્તરપ્રદેશ અને પંજાબની અંદર રાજકીય ઊથલપાથલ થતી તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા એડીચોટીનું જોર લગાવીને પોતાના પક્ષનો વિજય થાય તેના માટે પ્રયાસ કરાયા હતા. સુરતથી ઉત્તરપ્રદેશના સહપ્રભારીની જવાબદારી સુરતના પૂર્વ ધારાસભ્ય જનક બગદાણાવાળાને સોંપવામાં આવી હતી. તેમને અવધ વિસ્તારની 71 વિધાનસભા બેઠકો માટેની જવાબદારી સોંપવામાં આવી હતી. આજે પરિણામના દિવસે જનક બગદાણા સહિતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એકત્રિત થઈને પરિણામો જોવાનું આયોજન કર્યું છે. ભારતીય જનતા પાર્ટીમાં ઉત્તર પ્રદેશના જે રીતે પરિણામ આવી રહ્યા છે. તે જોતા ઉત્સાહ વધી ગયો છે. પરિણામ તેમના જ પક્ષે આવશે તેવી તેમને આશા દેખાઈ રહી છે. ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર બહુમતીથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે તે પ્રકારનો માહોલ દેખાઈ રહ્યો છે.

પંજાબમાં આપ
ઉત્તરપ્રદેશમાં જ રીતે ભારતીય જનતા પાર્ટી આગળ લાગી રહી છે. તેવી જ રીતે પંજાબની અંદર પણ આમ આદમી પાર્ટી પ્રથમ વખત સરકાર બનાવશે. તેવા પરિણામો દેખાઈ રહ્યા છે. જેને લઇને આમ આદમી પાર્ટીની અંદર પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે. આજે પરિણામના દિવસે આમ આદમી પાર્ટી દ્વારા પણ એકત્રિત થઈને પરિણામો જોવાનું આયોજન કરાયું હતું. જેમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા.

યોગી મુખ્યમંત્રી બનશે
ઉત્તર પ્રદેશના સહપ્રભારી જનક બગદાણા જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ ઉત્તરપ્રદેશની અંદર જે પ્રકારે કામ કર્યા છે. જેમાં વિશેષ કરીને કાયદો વ્યવસ્થા અને રોજગારીની તકો ઉભી કરવા માટે સરકારે ગ્રાઉન્ડ લેવલ ઉપરથી કામ કર્યું છે. અયોધ્યાને જે રીતે શણગારવામાં આવ્યુ અને લોકોની આસ્થા સાથે જોડાયેલા પ્રશ્નનો ઉકેલ લાવવામાં પણ ભાજપ સફળ રહી છે. ગરીબોને અનાજ આપવાની વાત હોય કે, તમને સુરક્ષા આપવાની વાત હોય યોગી સરકારે ખૂબ જ સંવેદનશીલતાથી કામગીરી કરી છે. તેનું પરિણામ છે કે, આજે તેઓ ફરીથી મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે.

પંજાબમાં વિજય મળવાનો હોવાથી આપના કાર્યકરો નેતાઓમાં ઉત્સાહ ફેલાયો હતો.
પંજાબમાં વિજય મળવાનો હોવાથી આપના કાર્યકરો નેતાઓમાં ઉત્સાહ ફેલાયો હતો.

આપનું જોર વધ્યું
આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટીનું જોર હવે સમગ્ર દેશમાં ધીરે ધીરે વધી રહ્યું છે. દિલ્હી બાદ હવે આમ આદમી પાર્ટી પંજાબમાં પણ સત્તા મેળવવા જઈ રહી છે. ખૂબ આનંદની વાત છે. પંજાબમાં પહેલાથી જ આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલે જણાવ્યું હતું કે, આ વખતે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે. દિલ્હીમાં જે રીતે આરોગ્યલક્ષી શિક્ષણ ક્ષેત્રની અંદર કામગીરી થઇ છે. એ જ પ્રકારે પંજાબમાં પણ કામગીરી કરશે અને પંજાબને પ્રામાણિક,ભ્રષ્ટાચારમુક્ત,પારદર્શી શાસન આપશે.