• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Std 10th Result, Surat Has The Highest Number Of A 1 Grades To 2532 Students In Gujarat With The Highest Result Of 75 Percentage

ધોરણ 10 રિઝલ્ટ:સુરતનો સમગ્ર ગુજરાતમાં ડંકો, સૌથી વધુ 75.64% પરિણામ સાથે સૌથી વધુ 2532 વિદ્યાર્થીને A-1 ગ્રેડ

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડાન્સ સાથે રિઝલ્ટની ખુશી વ્યક્ત કરી. - Divya Bhaskar
ડાન્સ સાથે રિઝલ્ટની ખુશી વ્યક્ત કરી.
  • સ્કૂલે પહોંચેલા વિદ્યાર્થીઓ ખુશીથી ઝુમી ઉઠ્યા

ગુજરાત બોર્ડનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતનું 65.18 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ સુરત જિલ્લાનું 75.64 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ ગુજરાતમાં સૌથી વધુ સુરતના 2532 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે.

સ્કૂલો ખાતે પહોંચેલા વિદ્યાર્થીઓ ખુશીથી ઝુમી ઉઠ્યા.
સ્કૂલો ખાતે પહોંચેલા વિદ્યાર્થીઓ ખુશીથી ઝુમી ઉઠ્યા.

વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી
સુરત જિલ્લાનું ગુજરાતમાં સૌથી વધુ 75.65 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેના પગલે સ્કૂલો ખાતે પહોંચેલા વિદ્યાર્થીઓ ખુશીથી ઝુમી ઉઠ્યા હતા. સુરતમાં 2532 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ છે. આ સાથે A-2માં 9274, B-1માં 13371, B-2માં 15180, C-1માં 13360, C-2માં 6256 અને Dમાં 329 વિદ્યાર્થી ઉતીર્ણ થયા છે.

રિઝલ્ટમાં વિદ્યાર્થીઓની સામે વધુ વિદ્યાર્થિનીઓએ બાજી મારી.
રિઝલ્ટમાં વિદ્યાર્થીઓની સામે વધુ વિદ્યાર્થિનીઓએ બાજી મારી.

79730 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી
ગત માર્ચ-એપ્રિલ મહિનામાં લેવામાં આવેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજે બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 10ની પરીક્ષા માર્ચ-એપ્રિલ મહિનામાં લેવામાં આવી હતી. સુરત શહેર જિલ્લામાં ધોરણ 10ના 79730 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. બોર્ડના પરિણામો પણ સમયસર જાહેર કરવામાં આવી રહ્યા છે.

સુરત જિલ્લામાં 14 શાળાનું 100% પરિણામ
સુરત જિલ્લામાં 14 જેટલી શાળાનું પરિણામ 100 ટકા આવ્યું છે. જ્યારે 178નું 99 ટકા, 193નું 90 ટકા, 152નું 80 ટકા, 105નું 70 ટકા, 80નું 60 ટકા, 52નું 50 ટકા, 24નું 40 ટકા, 9નું 30 ટકા, 6નું 20 ટકા અને માત્ર 4 શાળાનું 10 ટકા પરિણામ આવ્યું છે.

સુરત જિલ્લાનું સેન્ટર પ્રમાણે પરિણામ

કેન્દ્રપરિણામ
ઓલપાડ65.28%
બારડોલી66.24%
કઠોર66.52%
કોસંબા64.10%
માંડવી56.04%
મહુવા79.22%
સાયણ61.57%
સુરત નોર્થ58.89%
ભાગળ43.38%
રાંદેર77.20%
નાનપુરા64.07%
ગંગાધરા60.00%
મઢી64.94%
વરાછા86.58%
ઉધના69.25%
લવાછા73.64%
વાંકલ79.58%
અનાવલ65.94%
કીમ69.50%
દામકા73.42%
ચલથાણ69.74%
પલસાણા57.03%
ગોડસંબા81.94%
અમરોલી79.73%
સચિન71.59%
કામરેજ81.51%
કતારગામ83.05%
કરચેલીયા73.76%
વેડરોડ79.92%
અડાજણ85.94%
અઠવા84.89%
કડોદ52.62%
એલએચ રોડ83.16%
પુણાગામ86.47%
ભટાર77.44%
ડિંડોલી75.64%
ઉમરપાડા74.24%
ઝંખવાવ49.57%
સેગવાછમા73.97%
સરભોણ86.53%
અરેઠ77.18%
માંગરોળ71.94%
ગામતળાવ ખુર્દ71.63%
વલવાડા72.36%
પાંડેસરા69.52%
લિંબાયત61.56%
ઓરણા84.34%
અન્ય સમાચારો પણ છે...