ધો. 12 સામાન્ય પ્રવાહ પરિણામ:સુરતમાં સૌથી વધુ વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવતા ઉજવણી, સાફા પહેરી ગરબાની રમઝટ બોલાવી

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાફા પહેરી ગરબા લઈ વિદ્યાર્થીઓએ પરિણામની ખુશી વ્યક્ત કરી. - Divya Bhaskar
સાફા પહેરી ગરબા લઈ વિદ્યાર્થીઓએ પરિણામની ખુશી વ્યક્ત કરી.
  • પરિણામને વધાવવા ગરબા કર્યાઃ વિદ્યાર્થી

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું છે. જેમાં સુરત જિલ્લાનું 87.52 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં સૌથી વધુ સુરતના 643 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે. સુરત જિલ્લાનું સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓએ શાળા પરિસરમાં પરિણામ જોયા બાદ સાફા પહેરી ગરબા કર્યા હતા. વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે કોરોના લોકડાઉન બાદ પ્રથમવાર પરિણામ જાહેર થયું છે. જેમાં અમને સારી એવી સફળતા મળી છે તેથી અમે આ પરિણામને વધાવતાં ગરબા કર્યા છે

શહેર અને જિલ્લાએ ડંકો વગાડ્યો
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું છે. જેમાં સમગ્ર બોર્ડમાં સુરત જિલ્લા એ ડંકો વગાડતા 643 જેટલા A1 મેળવવામાં સફળતા મેળવી છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી સામાન્ય પ્રવાહ ધોરણ 12 પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર ગુજરાતમાં સુરત શહેર અને જિલ્લાએ ડંકો વગાડતા કુલ 643 જેટલા વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. 643 જેટલા વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવતા પોતાની ખુશીઓ વ્યક્ત કરી હતી.

પરિણામની ઉજવણી ગરબા સાથે.
પરિણામની ઉજવણી ગરબા સાથે.

બોર્ડની પરીક્ષામાં ભારે સફળતા પ્રાપ્ત કરી
દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત શહેર અને જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં ભારે સફળતા પ્રાપ્ત કરી છે. આ વર્ષે કુલ 643 જેટલા વિદ્યાર્થીઓને A-1 ગ્રેડ પ્રાપ્ત થયો છે. જ્યારે કુલ 4362 કેટલા વિદ્યાર્થીઓને A-2 ગ્રેડ મેળવવામાં સફળતા મળી છે જે રાજ્યમાં સૌથી વધુ છે. વિદ્યાર્થીઓએ આ સફળતાનો શ્રેય તેમના શિક્ષકો અને માતા-પિતાને આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...