તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૂચના:રેસ્ટોરન્ટો પર આડકતરી રીતે પ્રતિબંધ, ફક્ત પાર્સલ સેવા આપવા સૂચના અપાઈ

સુરત7 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • શહેરમાં કોરોનાના કેસ ફરી ઉથલો ન આવે, આગોતરા પગલાં
 • લગ્નપ્રસંગો- ધાર્મિક મેળામાં સોશિયલ ડિસ્ટન્સીંગ, માસ્ક ફરજિયાત

હોટલ-રેસ્ટોરન્ટમાં તમામ પ્રકારની સાવચેતી રાખવી તેમજ કાર્યરત તમામ કારીગરોનું સ્ક્રીનીંગ તેઓના સ્ટેટીક સેન્ટરમાં ટેસ્ટ કરાવવો આવશ્યક છે. કર્મચારીઓ ફરજિયાત માસ્ક પહેરે, સામાજિક અંતર જાળવે તથા માર્ગદર્શિકાનું પાલન કરે, હોટલ-રેસ્ટોરન્ટમાં આવતા લોકો ફરજિયાત માસ્ક પહેરી આવે તેમજ સામાજિક અંતર જાળવે. ઈન્ડોર રૂમોમાં વેન્ટીલેશન રાખવું હોટલ-રેસ્ટોરન્ટમાં આવતા લોકો એક સાથે ભોજન કરશે તો સંક્રમણ વધુ ફેલાવાની શક્યતા રહેલી છે. જેથી હોટલ, રેસ્ટોરન્ટના સંચાલકોએ પણ શહેરીજનોને હોટલમાં અંદર બેસાડી જમાડવાને બદલે પાર્સલ ડિલિવરી સિસ્ટમથી જ નાસ્તો, લંચ, ડીનર આપવા સૂચના અપાઇ છે.

કોવિડ માર્ગદર્શિકાના પાલન અંગેના બોર્ડ લગાડવા, સમારંભમાં સામેલ તમામ વ્યક્તિઓની માહિતી રાખવી. હોટલ-રેસ્ટોરન્ટ માટે બહાર પાડવામાં આવેલ તમામ પ્રકારની માર્ગદર્શિકાનું અચૂકપણે પાલન થાય SOPના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે. લગ્નપ્રસંગોમાં નગરજનો સોશિયલ ડિસ્ટન્સીંગ, માસ્ક ફરજિયાત પહેરે અને સેનિટાઈઝરનો મહત્તમ ઉપયોગ કરી કોવિડ માર્ગદર્શિકાનું કડક પાલન કરવા કમિશનરે આદેશ આપ્યા છે.

કોરોનાના કેસમાં વધારો, શહેરમાં 48, જિલ્લામાં 4, કોરોનાના વધુ 52 કેસ પોઝિટિવ, 45 સાજા
શહેરમાં કોરોનાના કેસમાં ફરીથી વધારો થઈ રહ્યો છે. શહેરમાં 48 અને જિલ્લામાં 4 કેસ સાથે શહેર અને જિલ્લામાં સોમવારે કોરોનાના વધુ 52 કેસ પોઝિટિવ નોંધાયા છે. સાથે કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 53364 થઈ ગઈ છે. બીજી બાજુ, શહેરમાંથી 40 અને જિલ્લામાંથી 5 મળી 45 કોરોના દર્દીઓ કોરોનાને માત આપી સાજા થયા છે. અત્યાર સુધીમાં શહેર-જિલ્લામાં 51857 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. એટલું જ નહીં, એક્ટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સોમવારે શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 370 થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો