તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફાયર વિભાગનો સપાટો:સુરતમાં 50 ટકા ક્ષમતા સાથે શરૂ થાય તે પહેલા જ ફાયર સેફ્ટીના અભાવથી 14 હોટલ-રેસ્ટોરન્ટ સીલ

સુરત13 દિવસ પહેલા
સુરત સ્ટેશન પાસે આવેલી અમર હોટલ સીલ કરાઈ.
 • 3 દિવસના વિરામ બાદ ફરી ફાયર સેફ્ટીની અપૂરતી સુવિધાને લઈને સિલિંગની કામગીરી

સુરત ફાયર વિભાગે હોસ્પિટલોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 6 દિવસ કાર્યવાહી અને 3 દિવસના વિરામ બાદ ફરી ફાયર વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે. નોટિસ બાદ પણ ફાયર સેફ્ટી ઉભી ન કરતા ફાયર વિભાગે 1 હોસ્પિટલ, 14 હોટલ અને 3 કોમર્શિયલ એકમો સીલ કર્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, મુખ્યમંત્રીએ કોર કમિટીની બેઠકમાં કરેલા નિર્ણયો અનુસાર રેસ્ટોરન્ટ અને હોટલ 11 જૂન 2021થી 26 જૂનના સમય દરમિયાન સવારે 9થી સાંજે 7 સુધી તેની બેસવાની ક્ષમતાના 50 % સાથે ચાલુ રાખી શકાશે.

નોટિસો આપવા છતાં સુવિધા ઉભી ન કરી
મહાનગરોમાં હોસ્પિટલો અને બિલ્ડિંગોમાં ફાયર સેફટીના મુદ્દે હાઈકોર્ટે લાલ આંખ કરી હતી. હાઇકોર્ટના આદેશને પગલે ફાયર સેફ્ટીમાં ખામી જણાતાં એકમો સામે કાર્યવાહી ચાલી રહી છે ત્યારે છેલ્લા છ મહિનામાં આ હોસ્પિટલોને ત્રણ-ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી છતાં ફાયર સેફટીનો અભાવ હોવાથી મધરાતથી સવાર સુધી આ કાર્યવાહી ચાલુ રાખી હતી.

સુરત સ્ટેશન પાસે આવેલી રૂપાલી ગેસ્ટ હાઉસને સીલ કરવામાં આવ્યું
સુરત સ્ટેશન પાસે આવેલી રૂપાલી ગેસ્ટ હાઉસને સીલ કરવામાં આવ્યું

NOC રજૂ ન કરે ત્યાં સુધી બંધ રાખવા આદેશ
અત્યાર સુધીમાં ઘણી હોસ્પિટલોને સીલ કરવામાં આવી છે. જ્યાં સુધી એનઓસી રજૂ ન કરે ત્યાં સુધી બંધ રાખવા કમિશનરે આદેશ કર્યો છે. આજે વહેલી સવારે સુરત મહાનગરપાલિકાના ફાયર અને ઈમરજન્સી સર્વિસીસ વિભાગ દ્વારા રાંદેર, નોર્થ, સેન્ટ્રલ, વરાછા અને અઠવા ઝોનમાં 1 હોસ્પિટલ, 14 હોટલ અને 3 કોમર્શિયલ એકમો મળી કુલ 18 એકમોમાં સીલ કરાયા હતાં. ફાયર સેફ્ટીની અપૂરતી સુવિધાને લઈ કામગીરી હાથ ધરાઈ હતી.

ઈચ્છાપોર ખાતે આવેલી જય ચામુંડાને સીલ મરાયું.
ઈચ્છાપોર ખાતે આવેલી જય ચામુંડાને સીલ મરાયું.

સીલ કરાયેલી મિલકતો

નોર્થ ઝોન

 • હોટલ સતલજ, 01, ગાયત્રી ચેમ્બર્સ ,આયુર્વેદિક કોલેજ પાછળ, સુમુલ ડેરી રોડ ,સુરત

સેન્ટ્રલ ઝોન

 • શંકર ગુજરાતી થાળી, સુરત રેલ્વે સ્ટેશન પાસે, સૂરત
 • શેરે પંજાબ, ઓમકાર ચેમ્બર્સ, સુરત રેલ્વે સ્ટેશન પાસે, સૂરત
 • અમર ગેસ્ટ હાઉસ, રેલ્વે ગરનાળા પાસે, સબરસ હોટલ ની બાજુમાં, સ્ટેશન,સુરત
 • હોટલ સન્માન, સવેરા ની બાજુમાં, સુરત રેલ્વે સ્ટેશન પાસે, સૂરત
 • રૂપાળી ગેસ્ટ હાઉસ, રેલ્વે ગરનાળા પાસે, સબરસ હોટલ ની બાજુમાં, સ્ટેશન,સુરત
 • રાજ પુરોહિત થાળી, સુરત રેલ્વે સ્ટેશન પાસે, સૂરત
 • કિંગ્સ હેરીટેજ હોટલ, લાલ દરવાજા ,સુરત
 • હોટલ ડીમ્પલ, લાલ દરવાજા ,સુરત
 • હોટલ આકાશ, ડૉ પરમ હાઉસ પાસે ,લાલ દરવાજા,સુરત

રાંદેર ઝોન

 • જય ચામુંડા હોટલ, ઈચ્છાપોર, સુરત
 • ક્રિષ્ના રેસ્ટોરન્ટ, ઈચ્છાપોર,સુરત
 • ઉડીપી રેસ્ટોરન્ટ, ઉધના ત્રણ રસ્તા ,ઉધના,સુરત

વરાછા ઝોન-બી

 • જન્નત સ્ક્વેર કોમ્પ્લેક્ષ,રંગોળી ચોકડી વેલંજા, સુરત, જેમાં આવેલ 20 દુકાનો સીલ કરવામાં આવેલ.
 • ઓરેકલ હોસ્પિટલ ,જન્નત સ્ક્વેર,રંગોળી ચોકડી વેલંજા, સુરત
 • ગણેશ રેસ્ટોરેન્ટ, જન્નત સ્ક્વેર,રંગોળી ચોકડી વેલંજા, સુરત

અઠવા ઝોન

 • કેનાલ વોક શોપર્સ, કેનાલ રોડ, વેસુ સુરત, જેમાં આવેલ 60 દુકાનો સીલ કરવામાં આવેલ.
 • મેરી ગોલ્ડ બેન્કવેટ, કેનાલ વોક શોપર્સ, કેનાલ રોડ, વેસુ, સુરત, જેમાં આવેલ 14 રૂમો કરવામાં આવેલ.