તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Responding To AAP Calling BJP A Goon In Surat, Health Minister Kanani Said, "You Are The One Who Attacked Our House And Office."

પલટવાર:સુરતમાં ભાજપને ગુંડા તત્વો કહેનાર AAPને જવાબ આપતા આરોગ્યમંત્રી કાનાણીએ કહ્યું,અમારા ઘર, કાર્યાલય પર તમે જ હુમલા કરેલા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કુમાર કાનાણીએ સોશિયલ મીડિયાના મારફતે આપ પર પ્રહારો કરી પલટવાર કર્યો હતો. - Divya Bhaskar
કુમાર કાનાણીએ સોશિયલ મીડિયાના મારફતે આપ પર પ્રહારો કરી પલટવાર કર્યો હતો.
  • કાનાણીએ કહ્યું કે, તમે લોકોની લાગણી દુભાવો છો અને સહન કરવાનું આવે ત્યારે અમારા પર આરોપ મુકો છો

આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાના ઘરે જઈને કેટલાક યુવકો દ્વારા વિરોધ નોંધાવ્યા બાદ આપના નેતાઓએ ભાજપને નિશાના પર લીધા છે. આપે કહ્યું કે, ભાજપના નેતાઓ અમારી ઉપર હુમલાઓ કરી રહ્યા છે, અમારા ઘરે જઈને અમારી માતા બહેનો સાથે અશોભનીય રીતે વર્તન કરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આપના નેતા ઇસુદાન દ્વારા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને ગુંડા તત્વો લુખાવો જેવા શબ્દપ્રયોગ કરવામાં આવ્યો છે. તેને લઈને સુરતના વરાછા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્યઆરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ આપના નેતાઓ ઉપર પલટવાર કર્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે આપના નેતાઓની સાથે પાસ નેતાઓને આડે હાથે લીધા અને ભૂતકાળમાં ગોપાલ ઈટાલીયા સહિતનાએ તેમના ઘર અને કાર્યાલય પર થયેલા હુમલાને યાદ કરાવ્યાં હતાં.

મારા ઘરે હુમલા થયેલા-કાનાણી
ગોપાલ ઇટાલીયા અને તેની ટીમ ભૂતકાળમાં કયા પ્રકારના કારનામાં કર્યા છે તે અંગે કાનાણીએ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડી હતી. પાટીદાર અનામત આંદોલન સમયે સમર્થકોના ટોળાવો અમારા ઘરમાં ઘુસવાનો પ્રયાસ કરીને મારી પત્ની અને પુત્રવધૂ સામે અશ્લીલ ગાળો બોલતા હતાં. અમારી સામાજિક પ્રવૃત્તિઓ તમે થવા દેતા ન હતા અમારા કાર્યક્રમમાં હોબાળો કરતાં એ બધી લીલા કરતા હતાં. સમાજના નામે તમે તોફાન મચાવતા હતાં. ગાડીઓ સળગાવતા હતાં. મોડી રાતે અમારી કાર્યાલય ઉપર તમે હુમલાઓ કરતા હતા તેમ કાનાણીએ ઉમેર્યું હતું.

તમે તમારા પાપે મરશો
આપના નેતાઓ સતત નિવેદનો કરી રહ્યા છે કે, ભાજપના નેતાઓ મારી નાખવા માંગે છે. પરંતુ અમે તમને મારી નાખવા નથી માંગતા કારણકે, અમારે તમને મારવાની જરૂર નથી. લોકો તમને મારી નાખશે. ચૂંટણીઓમાં તમને મદદ નહીં આપીને લોકો જ તમને રાજકીય રીતે મારી નાખશે. અમારે એમાં કંઈ કરવાની જરૂર નહીં પડે. ભારતીય જનતા પાર્ટીને એવા સંસ્કાર નથી કે, અમે કોઈને મારી નાખીએ. આપમાં જોડાયેલા મહેશ સવાણીના કાર્યક્રમમાં જ્યારે અમીત શાહ આવ્યા હતાં. ત્યારે તે કાર્યક્રમોમાં કોણે તોફાન મચાવ્યું હતું. એ બધી લીલાઓ તમે કરતા હતાં એવું કહેવા માંગો છો તેવા આરોપ પણ મૂક્યાં હતાં.

કુમાર કાનાણીએ આપના નેતાઓના જૂના તોફાનો યાદ કરાવ્યાં હતાં.
કુમાર કાનાણીએ આપના નેતાઓના જૂના તોફાનો યાદ કરાવ્યાં હતાં.

લાગણી તમે દુભાવો છો
જે યુવકોએ તમારા ઘરે જઈને વિરોધ કર્યો છે. તેઓની લાગણી દુભાઈ હશે, એટલા માટે તેઓએ વિરોધ કર્યો છે. જોકે આ પ્રકારના વિરોધને અમે સમર્થન આપતા નથી. તમે હિંદુ છો, હિન્દુ ધર્મમાં આસ્થા રાખનારાઓની લાગણી દુભાવી છે. એવા લોકો વિરોધ કરે તેમાં ભાજપને અંદર જવાબદાર ઠેરવવાની ગંદી રાજનીતિમાંથી બહાર આવવાની જરૂર છે.