સ્નાન કરતી મહિલા સાથે વીડિયો કોલનો ફોટો વાયરલ થવાના પ્રકરણમાં ચોર્યાસી તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પાસે રાજીનામું લઇને તેમને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કવાસ ગામે રહેતા અને ચોર્યાસી તાલુકા પંચાયતના પ્રમુખ અને ભાજપના અગ્રણી એવા આસ્તિક પટેલના મોરા ગામ વિસ્તારમાં રહેતી મહિલા સાથે પ્રેમ સબંધ ચાલી રહ્યો હતો.
થોડા દિવસો પહેલા આ મહિલા સ્નાન કરતી હતી ત્યારે આસ્તિક પટેલ સાથે વિડિયો કોલ કર્યો હતો. આસ્તિક પટેલે તેનો સ્ક્રિન શોર્ટ લઇ લીધો હતો. બાદમા ઓ ફોટો મહિલાને મોકલવા જતા ભૂલથી સરપંચના ગ્રુપમાં પોસ્ટ થઇ ગયો હતો. બાદમાં પોતાની ભૂલ સમજાતા આસ્તિક પટેલે ફોટો ડીલીટ કરાવા માટે દોડધામ કરીને સરપંચોનો આજીજી કરી હતી.
જોકે, ઓ ફોટો સોશિયલ મિડીયા પર વાયરલ થઇ ગયો હતો. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇને જિલ્લા ભાજપ પ્રમુખ સંદિપ દેસાઇએ આસ્તિક પટેલનું ચોર્યાસી તાલુકા પંચાયતના પ્રમુખ પદેથી રાજીનામુ લઇને ભાજપમાંથી પણ સસ્પેન્ડ કરી દીધા છે. આમ આસ્તિક પટેલને સ્નાન કરતી મહિલા સાથે વીડિયો ચેટ કરવું ભારે પડ્યુ હતું. આ ઘટનાના પગલે પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડતા ભાજપે તેમની પાસેથી રાજીનામુ લઇને પક્ષમાંથી હકાલપટ્ટી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.