તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈન્ટરનેશનલ નર્સ ડે:સુરતમાં કોરોના વોર્ડમાં ડ્યૂટી કરી 7 દિવસ બાદ ઘરે પહોંચતા નર્સનું રહીશોએ સ્વાગત કર્યું

સુરત10 મહિનો પહેલા
રહીશોએ સ્વાગત કરતા નર્સે બે હાથ જોડી આભાર માન્યો
 • કોરોના વોર્ડમાં જન્મ દિવસ પણ સાદગીપૂર્ણ રીતે મનાવ્યો હતો
 • પતિ-પત્નીની પરિવારની ચિંતા કર્યા વિના કોરોના યોદ્ધા તરીકે ફરજ

સિવિલ હોસ્પિટલના કોરોનાના આઈસોલેશન વોર્ડમાં કોરોના પોઝિટિવ દર્દીઓ વચ્ચે ફરજ બજાવી સપ્તાહ બાદ ઘરે નર્સ પહોંચી હતી. ઘરે પહોંચેલી નર્સનું સોસાયટીના રહીશો દ્વારા ફુલો અને થાળીના રણકાર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

ફુલોની વર્ષા અને થાળીના રણકાર સાથે સ્વાગત

પાલનપોર કેનાલ રોડ પીરામીડ ટાઉનશીપમાં રહેતા તૃપ્તિબેન પંડ્યા નવી સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. એક સપ્તાહ અગાઉ તેમને કોરોનાના આઈસોલેશન વોર્ડમાં ફરજ સોંપવામાં આવી હતી. એક સપ્તાહ સુધી સિવિલ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં તેમણે ફરજ બજાવી હતી અને ત્યાં જ રોકાયા હતા. આ દરમિયાન તેમણે પોતાનો જન્મ દિવસ પણ સાદગીપૂર્ણ રીતે મનાવ્યો હતો. સાત દિવસ સુધી આઈસોલેશન વોર્ડમાં ફરજ બજાવ્યા બાદ તેઓ રવિવારે ઘરે ગયા ત્યારે સોસાયટીના રહીશોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યુ હતું. ફુલોની વર્ષા અને થાળીના રણકાર સાથે સોસાયટીના રહીશો દ્વારા તેમનું સ્વાગત કરાતા તેમની આંખો ભીની થઈ ગઈ હતી. તૃપ્તીબેનના પતિ પણ લિંબાયત ઝોનમાં સેનેટરી ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવે છે. હાલ પતિ-પત્ની બન્ને પરિવારની ચિંતા કર્યા વિના કોરોના યોદ્ધા તરીકે ફરજ અદા કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો