તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:સુરતના ઉધનામાં આશાપુરી સોસાયટીના રહિશોનો વિરોધ, કોઇ પણ રાજકીય પક્ષે મત માંગવા ન આવવાના બેનર લગાવ્યા

સુરત24 દિવસ પહેલા
મત માગવા ન આવવાના બેનર લાગ્યા.
  • માત્ર સ્વચ્છતા જ નહીં પાણી, ગટર અને રસ્તા હાલત પણ ખરાબ હોવાનું રહિશોએ જણાવ્યું

સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલી આશાપુરી સોસાયટીના રહીશોએ એકત્રિત થઈને બેનર લગાડીને વિરોધ નોંધાવ્યો હતો. રહીશોએ પોતાના વિસ્તારમાં કોઇ પણ રાજકીય પક્ષે મત માંગવા ન આવવા માટે બેનર લગાડી દીધા છે સ્થાનિક લોકોના કહેવા મુજબ છેલ્લા 5 વર્ષમાં આશાપુરી સોસાયટી સહિત આસપાસના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી નથી. ચૂંટણી સમયે રાજકીય નેતાઓ પ્રાથમિક સુવિધા આપવા ના વચનો આપે છે. પરંતુ ચૂંટણી પરિણામ આવી ગયા બાદ કોઇ નેતા પ્રજાના કાર્ય કરવા માટે આવતા નથી.

વારંવાર રજૂઆત છતાં વહીવટી તંત્રના અધિકારીઓ પણ આ વિસ્તારમાં કામગીરીને લઇને ઉદાસીન.
વારંવાર રજૂઆત છતાં વહીવટી તંત્રના અધિકારીઓ પણ આ વિસ્તારમાં કામગીરીને લઇને ઉદાસીન.

વહીવટી તંત્રના અધિકારીઓ કામગીરીને લઇને ઉદાસીન
વોર્ડ નંબર 24 સહિત શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ રીતે સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે. સ્વચ્છતાને લઈને કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી જેના કારણે બાળકો અને વડીલો રોગોથી પીડાતા હોય છે. વોર્ડ નંબર 24 રંગોલી ઉધના જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં પણ પરપ્રાંતીયોની સંખ્યા પણ ખૂબ જ મોટા પ્રમાણમાં છે. વારંવાર રજૂઆત છતાં વહીવટી તંત્રના અધિકારીઓ પણ આ વિસ્તારમાં કામગીરીને લઇને ઉદાસીન જણાતા હોય છે.

વિરોધમાં મહિલાઓ પણ જોડાઈ.
વિરોધમાં મહિલાઓ પણ જોડાઈ.

મતદાન બહિષ્કારની ચીમકી
સ્થાનિક લોકોએ રોષ ઠાલવ્યો કે, ચૂંટણી આવે ત્યારે જ આ નેતાઓ અલગ અલગ વિસ્તારોમાં જઈને મત માંગતા હોય છે અને પાંચ વર્ષ દરમિયાન સેવા કરવાનું વચન આપે છે. આ વખતે સોસાયટીના રહીશોએ નક્કી કર્યું છે કે, તેમના વિસ્તારને પ્રાથમિક સુવિધાથી વંચિત રાખ્યા હતા. જેથી અમે મતદાનનો બહિષ્કાર કરીશું. માત્ર સ્વચ્છતા જ નહીં પાણી, ગટર અને રસ્તાની પણ આ જ સ્થિતિ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો