વિરોધ:આંજણામાં અનવર નગરમાં લાઈનદોરીથી રહીશોનો વિરોધ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 100 પરિવારે વૈકલ્પિક આવાસની માંગ કરી

આંજણામાં આવેલ અનવરનગર ઝૂંપડપટ્ટીમાં લાઇનદોરીનો અમલ કરવા માટે પાલિકાએ 100 અસરગ્રસ્ત પરિવારને નોટીસ ફટકારી છે પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા ન કરી હોવાના આરોપ સાથે સ્થાનિક પૂર્વ નગરસેવક અસલમ સાયકલવાલાની આગેવાનીમાં અસરગ્રસ્તો પાલિકા કચેરીએ મોરચો લઇને આવ્યા હતા. ચોમાસું સામે હોય વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગણી સાથે મ્યુ.કમિશનરને રજૂઆત કરવામાં આવી છે.અસરગ્રસ્તોની રજૂઆત છે કે, પાલિકા દ્વારા હાલ વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કર્યા વગર નોટીસ ફટકારી છે.

આ માટે ટાઉન પ્લાનિંગ વિભાગ અને લીંબાયત ઝોન દ્વારા કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવી રહ્યો નથી. આ વિસ્તારમાં છેલ્લા 35 વર્ષ કરતા વધુ સમયથી વસવાટ કરી રહ્યા છે. સ્થાનિકો છુટક મજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા આવ્યા છે જેથી વૈકલ્પિક આવાસ માટે નજીકમાં બની રહેલા આંજણા ટેનામેન્ટ રિ-ડેવલોપમેન્ટમાં જે વધારાનાં ફ્લેટ બની રહ્યા છે એમાં આવાસની યોગ્ય નીતિ બનાવી ફાળવવામાં આવે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...