વિરોધ:સુરતમાં મેટ્રો પ્રોજેક્ટ અંતર્ગત ટાવર રોડ પર ડિમોલેશન થયા બાદ રહીશોમાં રોષ કહ્યું,-'વિકાસના નામે અમે રસ્તા પર આવી ગયા'

સુરતએક મહિનો પહેલા
મેટ્રો પ્રોજેક્ટમાં મકાન-દુકાન ગુમાવનારા લોકોએ ક્લેક્ટર કચેરીએ દેખાવો યોજ્યાં હતાં.
  • 44 જેટલા પરિવારોએ વૈકલ્પિક આવાસ સહિતની માગ સાથે ક્લેક્ટરને રજૂઆત કરી

સુરતમાં મેટ્રો પ્રોજેક્ટ લઇને કામ ખૂબ જ ઝડપથી શરૂ કરી દેવામાં આવ્યું છે. વિવિધ વિસ્તારોમાં મેટ્રો પ્રોજેક્ટની કામગીરી શરૂ થતા અનેક પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે. કેટલાક વિસ્તારોની અંદર ડિમોલિશનના, કેટલાક વિસ્તારોની અંદર ટ્રાફિકના તો કેટલાક વિસ્તારોમાં પ્રોજેક્ટ સ્થળ ઉપર સુરક્ષાને લઈને પણ મુશ્કેલીઓ ઊભી થઇ રહી છે. લગભગ 44 જેટલા પરિવારો ટાવર રોડ, મોચીની ચાલ, સુરત ખાતે વર્ષોથી પોત પોતાનાં પરિવાર સાથે રહેતા આવેલ છે. રહેણાંક મકાન અને દુકાન ધરાવી અલગ અલગ નૌકરી, ધંધો, મજુરી, વેપાર કરી પોતાનાં પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તે વિસ્તારમાં ડિમોલિશન થતાં લોકો રોષમાં છે.

લોકોએ બળાપો ઠાલવ્યો
મેટ્રો રેલ પ્રોજેકટના નામે પ્રશાસન દ્વારા રાતોરાત ડિમોલીશન કરીને પરિવારજનોને રસ્તે રઝળતા કરી દેવામાં આવેલ છે. પોલીસ ફોર્સનો ઉપયોગ કરી, અમારો વાંધો હોવા છતાં અમોને રાતોરાત ડિમોલીશન કરી 44 જેટલા પરિવારને રસ્તે લાવી દીધા છે. કોઈ વૈકલ્પિક આવાસ ફાળવેલ નથી અને વરસો વરસથી આખી વસ્તી આ વિસ્તારમાં રહેતી હોવા છતાં સરકારી ધારા ધોરણ મુજબ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કે આવાસ ફાળવણી કર્યા વિના બળજબરીપુર્વક ડિમોલીશન કરી દેવામાં આવતાં, અમો તમામ 44 પરિવારો રસ્તે રઝળતા થઈ ગયા છીએ અને અમારા સામાન, બાળ, બચ્ચાઓ સાથે ફૂટપાથ પર આવી ગયા છે.

વૈકલ્પિક વ્યસ્થાની માગ
ઇન્દિરાબેન પંચાલે જણાવ્યું કે, અમારી મિલકતો લઈ લીધી ત્યાર બાદ પણ માનવતાના ધોરણે અમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવી નથી. જેના કારણે અમારું ગુજરાન ચલાવવું પણ હવે મુશ્કેલ બની ગયું છે. વૈકલ્પિક વ્યવસ્થા ન મળે તો આત્મવિલોપન પણ કરવા તૈયાર છીએ. વહીવટીતંત્રને ખૂબ જ વિકાસ કરવો હોય તો પછી આખરે અમારા ઉપર બુલડોઝર ચડાવી દો.. કારણ કે શહેરના વિકાસ કરવા પાછળ તત્પર બનેલા વહીવટી અધિકારીઓ અને રસ્તે રઝળતા કરી દીધા છે.

અન્ય સમાચારો પણ છે...