• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Amidst A Strike By Resident Doctors In Surat, Smimer Was Evacuated From Hospital With An Open Injury, Forcing The Patient To Fight To The Death

આરોગ્ય સેવા ખોરંભાઈ:સુરતમાં રેસિડેન્ટ તબીબોની હડતાળ વચ્ચે સ્મીમેર હોસ્પિ.માંથી ખુલ્લી ઇજા સાથે દર્દીને સિવિલ ખસેડી દીધો, દર્દી મોત સામે લડવા મજબૂર

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીની સારવાર હાથ ધરવામાં આવી. - Divya Bhaskar
સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીની સારવાર હાથ ધરવામાં આવી.
  • સ્મીમેરથી દર્દીઓને સિવિલ લવાય રહ્યા છે એ દર્દીઓ માટે જોખમી

મગજમાં ઇજા છે એવું CT સ્કેન રિપોર્ટ કહે છે ન્યુરો સર્જન ડોક્ટરની જરૂર પડશે, સિવિલ લઈ જાઉં, કહી સ્મીમેરના તબીબોએ રોડ અકસ્માતના દર્દીને પોતાની એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલમાં રીફર કરી દેતા ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. હાલ સિવિલમાં રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ વચ્ચે તમામ ગંભીર દર્દીઓને સ્મીમેરમાં લઇ જવા સિવિલ સુપ્રિટેન્ડન્ટે 108ના મેનેજમેન્ટને સૂચન કર્યું છે. આવા સંજોગોમાં સ્મીમેર હોસ્પિટલની ગંભીર બેદરકારીને કારણે દર્દી મોત સામે લડવા મજબૂર બન્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

દર્દીને માથામાં લગભગ બે કરતા વધારે ઇજા હતી
નામ ન લખવાની શરતે રેસિડેન્ટ ડોક્ટરે જણાવ્યું હતું કે આજે સવારે એક દર્દી હેડ ઇન્જરી સાથે અને બન્ને કાનમાંથી લોહી નીકળતી હાલતમાં સ્વિમેર ની એમ્બ્યુલન્સમાં સિવિલ આવ્યું હતું. અકસ્માત ઇજાનો કેસ હતો. માથામાં લગભગ બે કરતા વધારે ઇજા હતી. ઘા ખુલ્લા હતા એ નવાઈની વાત છે. પરિવારે જણાવ્યું હતું કે ગાર્ડન મિલ પાસે બાઇક અકસ્માતમાં ઇજા થઇ છે. દર્દીની હાલ ગંભીર કહી શકાય છે. જોકે હાલ સિવિલમાં રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ ચાલી રહી છે અને આવા દર્દીઓને સ્મીમેર હોસ્પિટલ રીફર કરવાનું સૂચન મળ્યું છે પણ અહીંયા તો ઊંધું થઈ રહ્યું છે સ્મીમેરથી દર્દીઓને સિવિલ લવાય રહ્યા છે એ દર્દીઓ માટે જોખમી છે.

સ્મીમેરમાં ન્યુરોસર્જન ડોક્ટર નથી સિવિલ લઈ જાઉં કહી દર્દીને સિવિલ મોકલી આપ્યો.
સ્મીમેરમાં ન્યુરોસર્જન ડોક્ટર નથી સિવિલ લઈ જાઉં કહી દર્દીને સિવિલ મોકલી આપ્યો.

ન્યુરોસર્જન ડોક્ટરને બતાવવું પડશે કહી સિવિલ મોકલ્યા
સુરેશ રામચંદ્ર પટેલ (ઇજાગ્રસ્ત)ના પરિવારે જણાવ્યું હતું કે, સુરેશ બે બાળકોનો પિતા છે અને ડાઈંગ મિલમાં કલર મિસ્ચર હેડ તરીકે કામ કરે છે. આજે સવારે લગભગ 5 વાગ્યાના અરસામાં બાઇક પર મિલથી ઘરે જતા ગાર્ડન મિલ સામે ડિવાઈડર સાથે ભટકાયા બાદ 108માં સ્મીમેર લઈ જવાયો હતો. પરિવારને ફોન પર જાણ કરતા આખું પરિવાર સ્મીમેર દોડી ગયું હતું. જ્યાં ડોક્ટરોએ CT સ્કેન રિપોર્ટમાં મગજમાં ઇજા હોવાનું અને ન્યુરોસર્જન ડોક્ટરને બતાવવું પડશે એમ કહી અહીંયા આ ડોક્ટર નથી સિવિલ લઈ જાઉં કહી એમની એમ્બ્યુલન્સમાં સિવિલ મોકલી આપ્યા છે.

ખુલ્લી ઇજા સાથે જ દર્દીને સિવિલ ખસેડી દીધો
વધુમાં જણાવ્યું હતું કે સાહેબ અહીંયાના ડોક્ટરોએ તો પ્રાથમિક સારવાર પણ આપી છે. ત્યારે સ્મીમેરના ડોક્ટરોએ તો ખુલ્લી ઇજા સાથે જ દર્દીને સિવિલ ખસેડી દીધો છે. સ્મીમેરના ડોક્ટરોની માનવતા મરી પરવારી લાગે છે.