ચીમકી:સુરતમાં રેસિડેન્ટ તબીબો દ્વારા સ્ટાઈપેન્ડ વધારવાની માગ સાથે કાલથી હડતાળ પર ઉતરવાનો નિર્ણય

સુરત6 મહિનો પહેલા
થોડા દિવસો અગાઉ પ્રતિક હડતાળ કર્યા બાદ આવતીકાલથી સ્ટ્રાઈક પર ઉતરવાની જાણ ક્લેક્ટરને કરવામાં આવી હતી.
  • દોઢ વર્ષથી માગ કરતા તબીબોએ સ્ટ્રાઈક પર ઉતરવા નિર્ણય કર્યો

સ્ટાઈપેન્ડ માટે સ્ટ્રાઈક એ જ એક વિકલ્પ, મહામારીમાં અભ્યાસ છોડી દોઢ વર્ષથી કામ કરી રહ્યા છે, અમે કોવિડમાં કામ કરવાનું ભથ્થું નથી માંગતા, દર ત્રણ વર્ષે નિયમ મુજબ વધવા પાત્ર સ્ટાઈપેન્ડ માગી રહ્યા છીએ. દોઢ મહિનામાં વારંવાર સરકાર સહિત કેન્દ્ર સુધી અમારી માગ પહોંચાડી છે પણ અમારી કોઈ સાંભળતું નથી એટલે આવતીકાલથી સુરત સિવિલ હોસ્પિટલના તમામ રેસિડેન્ટ તબીબો સ્ટ્રાઈક પર જઈ રહ્યા છીએ એના માટે રાજ્ય સરકાર જવાબદાર છે. એવું રેસિડેન્ટ એસોસિએશનના ઉપ પ્રમુખ ચન્દ્રકેશએ કહ્યું હતું. પોતાની માગને લઈ ઉગ્ર બનેલા રેસિડેન્ટ ડોક્ટરોએ સ્ટ્રાઈક પર જવાનો નિર્ણય કરી તમામને દોડતા કરી દીધા છે.

કરિયરના ભોગે કોવિડનું કામ
ચંદ્રકેશ (રેસિડેન્ટ તબીબ-2 મેડિસિન વિભાગ)એ જણાવ્યું હતું કે, આવતીકાલથી સ્ટ્રાઈક નક્કી છે. એટલે આજે એક ટીમ કલેક્ટર લેખિતમાં આપવા ગઈ છે. દોઢ મહિનાથી અમે વારંવાર સરકારને યાદ કરાવતા આવ્યા છે. પણ કોઈને પડી નથી. કોરોનાની માહામારીમાં દરેક ટોપર રેસિડેન્ટ અભ્યાસ, પરિવાર બધું છોડીને કોવિડના દર્દીઓ પાછળ વધુમાં વધુ સમય આપી કામ કરી રહ્યો છે. ડોક્ટરોની અછત દૂર કરવા MBBS પાસ કરનાર ડૉક્ટરને સરકાર તાત્કાલિક 60 હજારના 1. 25 લાખ આપી ભરતી કરાઈ રહી છે ને રેસિડેન્ટ તબીબોના સ્ટ્રેઇપેન્ડ વધારવામાં ગલ્લા તલ્લા કરાઈ રહ્યાં છે. દરેક રેસિડેન્ટ પોતાનું કેરિયર બગાડીને કોવિડમાં કામ કરી રહ્યો છે.

નિયમ પ્રમાણે વધારો થયો નથી
દર ત્રણ વર્ષે સરકારના નિયમ મુજબ સ્ટાઈપેન્ડમાં 40 ટકાનો વધારો થવો જોઈએ, એ માગી રહ્યા છીએ. 60 હજારની જગ્યાએ લીગલ 84 હજાર મળશે પછી જ કામે ચઢીશું એવું નક્કી કરાયું છે. આ માહામારીમાં દર્દીના ડાયપર રેસિડેન્ટ બદલી રહ્યા છે, ભોજન કરાવી રહ્યા છે, સ્ટ્રેચર ખેંચી રહ્યા છે ને વધારાનો દર્દીઓના સગાઓનો માર અને ગાળો પણ ખાઈ રહ્યા છે. ICUમાં દર મિનિટે દર્દીનું મોનિટરીગ ખૂબ જ જરૂરી હોય છે અમને અમારી ચિંતા નથી પણ દર્દીની ચિંતા રાખી કામ કરતા હતા છતાં સરકારને અમારી પડી નથી એટલે હવે સ્ટાઈપેન્ડ માટે સ્ટ્રાઈક એજ એક વિકલ્પ બની ગયો છે.

અન્ય સમાચારો પણ છે...