તબીબી વિદ્યાર્થીઓની માંગણી બાબતે ચર્ચા વિચારણાની હૈયાધારણા મળ્યા બાદ ગુરુવારે વિદ્યાર્થીઓએ હડતાળ સમેટી લીધી છે. આમ 10 દિવસથી ચાલતી હડતાળનો અંત આવતા દર્દીઓને હાશકારો અનુભવ્યો હતો. જો કે, એક બે દિવસમાં ચર્ચા વિચારણા બાદ માંગણીઓ સંદર્ભે ઓર્ડર થઈ શકે છે.
નવી સિવિલ હોસ્પિટલ સહિત સમગ્ર રાજ્યના બોન્ડેડ તબીબો છેલ્લા દસ દિવસથી બોન્ડના સમયગાળા અને ડીસ્ટ્રીક્ટ, સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં તેમને આપવામાં આવેલી નિમણૂકના વિરોધમાં હડતાળ પર ઉતર્યા હતા. જેમાં હાલમાં જ પાસ થયેલા તબીબી વિદ્યાર્થીઓ તેમજ જુનિયર ડોક્ટર એસોસિએશન પણ આ હડતાળમાં જોડાયા હતા. જોકે મેડિકલ કોલેજોના ડીનની મધસ્થી બાદ બુધવારે તબીબી વિદ્યાર્થીઓ ઈમરજન્સી સેવામાં જોડાયા હતા. જેડીએના જીગ્નેશ ગેંગડીયાએ જણાવ્યું હતું કે ડીન દ્વારા વીડિયો કોન્ફરન્સમાં ડેપ્યુટી સીએમ સાથે થયેલી ચર્ચા બાદ તેમની કેટલીક માંગણીઓ પૂરી કરવાની હૈયાધરપત અપાઈ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.