• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Representing India At The World Strength Lifting Championship In Kyrgyzstan, Divyang Set A Record By Lifting 547.5 Kg To Win Gold.

સુરતના નામે સિદ્ધિ:કિર્ગીસ્તાનમાં વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં દિવ્યાંગે 547.5 કિલો વજન ઊંચકી ગોલ્ડ હાંસલ કર્યો, વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

સુરત19 દિવસ પહેલા
​​​​​​​દિવ્યાંગ મોરે એક જિમ ટ્રેનર છે
  • 15 દેશોના 150થી વધુ ખેલાડીને હરાવીને સુરતી એ મેદાન માર્યું

કિર્ગીસ્તાનમાં વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 5થી 9 સપ્ટેમ્બરના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિવ્યાંગ મોરેએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને દેશને ગોલ્ડ મેડલ અપાવી રાજ્યનું ગૌરવ વધાર્યું છે. દિવ્યાંગ મોરેએ ગોલ્ડ મેડલ જીતવાની સાથે સાથે વર્ષ 2011 થી અકબંધ એવા વર્લ્ડ રેકોર્ડને તોડીને નવો કીર્તિમાન 547.5 કિલોનો સ્થાપ્યો છે. આ સફળતા પાછળ પોતાના ટ્રેનર અને ફેમિલી સપોર્ટને કારણે મેળવી હોવાનું દિવ્યાંગે કહ્યું હતું.

15 દેશના ખેલાડીઓને હરાવ્યા
કિર્ગીસ્તાનમાં ચાલી રહેલી વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં પાકિસ્તાન, ઉજેબેકીસ્તાન, સિરીયા, ઈરાક, ઈરાન, અફઘાનિસ્તાન, કિગ્રીસ્તા, શ્રીલંકા, નેપાળ અને બાંગ્લાદેશ જેવા 15 દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં પહેલા જ દિવસે ભારતનું પ્રતિનિધિત્વ કરતા સુરતના દિવ્યાંગ મોરેએ દેશનું ગૌરવ વધાર્યું છે. ભારતના દિવ્યાંગ મોરેએ સ્ટ્રેન્થ લિફ્ટિંગ 68kg ગ્રુપમાં ટોટલ 547.5 kg વજન ઊંચકી ગોલ્ડ મેડલ જીત્યો હતો.દિવ્યાંગ મોરે એ 547.5kg વજનો રેકોર્ડ સાથે વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગમાં 480kg ટોટલ હાઇએસ્ટ વજન વર્લ્ડ રેકોર્ડ તોડી પોતાના નામે ન્યૂ 547.5kg વજનો રેકોર્ડ કરી સુરત ગુજરાતનું નામ રોશન કર્યું છે.

પરિવારનો પૂરતો સપોર્ટ મળ્યો
દિવ્યાંગ મોરે એક જિમ ટ્રેનર છે. દિવ્યાંગ મોરૈયા જણાવ્યું હતું કે હું વર્ષ 2008 થી જીમ કરતો હતો શરૂઆતમાં કોઈ જ ગણતરી નહોતી. પરંતુ બાદમાં જિલ્લાથી લઈને રાજ્યકક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લેતો ગયો. દીપક મોરે ટ્રેનરના માર્ગદર્શન નીચે ધીમે ધીમે સ્પર્ધાઓ જીતતા જતા વર્ષ 2011માં ગોલ બનાવ્યો હતો કે, વર્લ્ડ રેકોર્ડ તોડીશ અને તેના માટે હું ત્યારથી મહેનત કરતો હતો. છેલ્લા એક વર્ષથી આ રેકોર્ડ તોડવા માટે રાત દિવસ એક કરીને મહેનત કરી હતી. દિવ્યાંગએ જણાવ્યું હતું કે, હું આ સ્પર્ધા માટે ખૂબ આખરી મહેનત કરતો હતો. પરંતુ વચ્ચે હું નર્વસ થઈ જતો ત્યારે મારા સર દિપક મોરે મને માર્ગદર્શન આપતા અને આગળ વધવા માટે સપોર્ટ કરતા હતા. આ સાથે જ મારા પરિવારનો પણ પૂરતો સપોર્ટ હતો. મારી પત્ની મમ્મી ભાઈ સહિતના લોકો મને ખૂબ સપોર્ટ કરતાં જેના કારણે આ સફળતા મળી છે.

કિર્ગિસ્તાનમાં ડાયટ ફોલો નહોતું થતું
​​​​​​​
દિવ્યાંગ એ જણાવ્યું હતું કે, કીર્ઘીસ્તાનમાં મને વેજીટેરિયન હોવાના કારણે ફૂડ મળવામાં મુશ્કેલી થતી હતી. હું ત્યાં મારું ડાયટ પ્રોપર રીતે ફોલો કરી શકતો નહોતો હું મારા ડાયટમાં પનીર ટહુ બ્રાઉન રાઈસ વગેરે ખાતો હોઉં છું. આ મને ત્યાં મળવામાં મુશ્કેલી થતી સાથે જ પાણીની પણ મને મુશ્કેલી થઈ હતી.

હિટ રહેવું જરૂરી છે
યુવાનોને સંદેશ આપતા દિવ્યાંગ જણાવ્યું કે, ફીટ રહેશો તો ફેમિલી સમાજ અને દેશ પણ ફિટ રહેશે. જેથી દરેક વ્યક્તિએ ફીટ રહેવું જરૂરી છે. સ્પર્ધાઓ જીતવા માટે નહીં પરંતુ તંદુરસ્ત સમાજના નિર્માણ માટે પણ ફીટ રહેવું ખૂબ જરૂરી છે. જેથી દરેક વ્યક્તિએ પોતાને યોગ્ય લાગે તે રીતે ફીટ રહેવું જોઈએ.​​​​​​​દિવ્યાંગ મોરેને તાલીમ આપનાર દીપક મોરેએ જણાવ્યું હતું કે, દિપક ખૂબ મહેનત કરતો હતો. અમે જે રીતે કહેતા તે રીતે તમામ તૈયારીઓ કરતો અને ક્યારેય પણ તેમાં બાંધછોડ કરતો નહોતો. તેણે જે સપનું 11 વર્ષ પહેલાં જોયું હતું. તે આખરે તેણે પોતાની આખરી મહેનતના કારણે પૂર્ણ કર્યું છે જેનો મને પણ ખૂબ ગર્વ છે.