તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • Report Of 10 Out Of 75 Samples From Surat Found: Corona Strain Changed, Double mutated Virus Increased Death critical Patient

કોરોના વાઇરસે ફરી નવું રૂપ લીધું!:સુરતના 75માંથી 10 સેમ્પલમાં કોરોનાનો સ્ટ્રેઇન બદલાયો, વાઇરસ ડબલ મ્યુટેડ થતાં મૃત્યુ-ગંભીર દર્દી વધ્યા હતા

સુરત3 મહિનો પહેલાલેખક: ભરત સૂર્યવંશી
 • કૉપી લિંક
B.1.1.7 કોરોના વેરિયન્ટ - Divya Bhaskar
B.1.1.7 કોરોના વેરિયન્ટ
 • સુરત સહિત રાજ્યભરમાં માર્ચ સુધી ઇન્ડિયન સ્ટ્રેઇનના 10%થી વધુ કેસ હતા, જે વધીને હવે 40 ટકાથી વધુ થયા
 • શહેરમાં યુકે, આફ્રિકા પછી ઇન્ડિયન સ્ટ્રેઇનના સૌથી વધુ કેસ, હજુ 65 સેમ્પલના રિપોર્ટ બાકી, ઇન્ડિયન સ્ટ્રેઇનમાં પેટમાં દુ:ખાવો એ મહત્ત્વનું લક્ષણ

સુરતમાં વાઇરસનાં બે નવા મ્યુટેશન મળ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. સુરત શહેરમાંથી છેલ્લા દોઢ મહિનામાં 75 સેમ્પલ પૂનાની એન.આઇ.વી લેબમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં દસ સેમ્પલનાં રિપોર્ટમાં ઈન્ડિયન ડબલ મ્યુટેડ વેરિયન્ટ હોવાનું જાણવા મળ્યું છે. કોરોનાનાં બીજા વેવ દરમિયાન વધી ગયેલા મૃત્યુ અને ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓની સંખ્યામાં થયેલો વધારો પણ આ જ વેરિએન્ટને કારણે હોવાનું મનાઇ રહ્યું છે.

દસ રિપોર્ટમાં વાઇરસ ડબસ મ્યૂટેડ આવ્યો
નવી સિવિલ હોસ્પિટલનાં સુપ્રિટેન્ડન્ટ ડો.રાગિણી વર્માએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે-છેલ્લા દોઢથી બે મહિનામાં અમે કોરોના દર્દીઓનાં 75 સેમ્પલ વાઇરસનાં સ્ટ્રેઇનની તપાસ માટે પૂનાની નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજી ખાતે મોકલ્યા હતા. જેમાંથી દસ સેમ્પલનાં રિપોર્ટમાં વાઇરસ ડબલ મ્યૂટેડ હોવાનો રિપોર્ટ અમને સુપરત કરાયો છે. ડબલ મ્યુટેશન સ્ટ્રેઇનનાં લક્ષણો મોટાભાગે સરખા છે. પણ આ વાઇરસ શરીરમાં પ્રવેશે છે તો ખાંસીનાં કિસ્સા ઓછા જોવા મળે છે પણ પેટની તકલીફનાં કિસ્સા વધારે જોવા મળી રહ્યા છે. આ સ્ટ્રેઇનમાં પેટમાં દુખાવો, વોમિટીંગ અને ડાયેરીયાનાં લક્ષણો વધારે જોવા મળી રહ્યા છે.

કોરોનાના અત્યાર સુધીના સ્ટ્રેઈન

 • યુ.કે - B.1.1.7
 • સાઉથ આફ્રિકા ‌- B.1.351 -
 • બ્રાઝિલ - P.1 & P.2
 • કેલિફોર્નિયા - B1.427 & B.1.428
 • ઇન્ડિયન સ્ટ્રેઈન -B.1.617 & B.1.618

વાઈરસના જીનેટિક મટિરિયલમાં ફેરફાર આવે ત્યારે તે મ્યુટેડ થાય છે
ગવર્મેન્ટ મેડિકલ કોલેજનાં પી.એસ.એમ વિભાગનાં વડા ડો. જે.કે.કોસંબિયાએ જણાવ્યું કે કોરોના વાઇરસ એના જેવો જ બીજો વેરિઅન્ટ બનાવે છે. એટલે કે-બીજું રૂપ ધારણ કરી લે છે. કોઇક વેરિઅન્ટ વધારે ચેપ લગાડી શકે, કોઇક વેરિઅન્ટથી ગંભીર અસરો થઇ શકે. સૌ પ્રથમ ચાઇનાનો સ્ટ્રેઇન સામે આવ્યો હતો. ત્યારબાદ યુ.કે, સાઉથ આફ્રિકા અને બ્રાઝિલના સ્ટ્રેઇન પણ જોવા મળ્યા હતા. સુરતમાં પણ યુ.કે અને આફ્રિકન સ્ટ્રેઇનનાં કેસ જોવા મળ્યા હતા. હવે વાઇરસ ડબલ મ્યુટેડ થયો હોવાનું પણ જોવા મળી રહ્યું છે અને પરીક્ષણમાં એનો ખુલાસો પણ થયો છે.​​​​​​​ કેટલાક કિસ્સામાં તો ત્રિપલ મ્યુટેશન થયું હોવાનાં કિસ્સા પણ મળ્યા છે. તાજેતરમાં જ આંધ્રપ્રદેશમાં પણ નવો મ્યુટન્ટ જોવા મળ્યો છે. વાઈરસના જીનેટિક મટિરિયલમાં થોડો ફેરફાર આવે ત્યારે તે મ્યુટેડ થાય છે. જોકે વેક્સિન તેની સામે અસરકારક હોવાનું માનવામાં આવે છે. અગાઉ ડબલ મ્યુટન્ટના કેસ દિલ્લી અને મહારાષ્ટ્રમાં જ જોવા મળ્યાં હતા હવે ગુજરાત સહિત બધે જોવા મળી રહ્યાં છે.

કોરોના સ્ટ્રેઇન શોધવા પાલિકા નવો સેલ બનાવશે, 4 માઇક્રો બાયોલોજીસ્ટ મુકાશે
પાલિકા નવા સ્ટ્રેઇનને શોધવા એક સેલની રચના કરશે, જેમાં સિવિલ હોસ્પિટલ, સ્મીમેર હોસ્પિટલ, ખાનગી લેબ તથા યુનિવર્સિટીના એક-એક માઇક્રો બાયોલોજીસ્ટની નિમણૂંક કરાશે. દર અઠવાડિયે તેની મીટિંગ બોલાવીને કોરોના સ્ટ્રેઇન સંદર્ભે ચર્ચાઓ કરાશે. મ્યુ.કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું કે, આ સેલ ત્રણ કેસ પર ધ્યાન આપશે. જેમાં વેક્સિનેશન થયા પછી દર્દી ગંભીર થયો હોઇ, કોરોના પછી ફરીથી કોરોના થાય અને ગંભીર સ્થિતિ સુધી પહોંચ્યો હોય તેમજ ટ્રાવેલીંગ બાદ સંક્રમિત થાય અને હાલત ગંભીર થઇ હોય તેવા કિસ્સામાં દર્દીઓના સેમ્પલ મેળવી સ્ટ્રેઇન શોધવા લેબમાં મોકલાશે.

અન્ય સમાચારો પણ છે...