તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના બેકાબૂ:વરાછાના યુવાનને સવારે કોરોના રાત્રે રિપોર્ટ નેગેટિવ

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે જુદા-જુદા બુથ પર રિપોર્ટમાં ભિન્નતા

કોરોના ટેસ્ટિંગમાં વરાછાના રત્નકલાકાર યુવાનના રિપોર્ટ મામલે ભારે અચરજ ઊભી થઇ છે. યુવાને એક જ દિવસમાં પાલિકાના બે અલગ અલગ ટેસ્ટિંગ બુથ ઉપર કોરોના ચકાસણી કરાવ્યું હતું. જેમાં એક પોઝિટિવ અને બીજો નેગેટિવ આવતા ગડમથલ ઉભી થઈ છે.

વરાછાની રૂક્ષમણી સોસાયટી ખાતે રહેતાં રવિ રામાણીએ મીની બજાર ખાતેના પાલિકાના કોરોના ટેસ્ટિંગ બુથ ઉપર જઇ તા. 25મી નવેમ્બરના રોજ કરાવેલી ટેસ્ટિંગની પ્રક્રિયાના થોડા સમય અંતરે જ રવિ રામાણીનું કોવિડ એન્ટિજન રિઝલ્ટ પોઝિટીવ હોવાનો રિપોર્ટ આવ્યો હતો. રિપોર્ટ જોતા જ યુવાનના હોંશ ઊડી ગયાં હતાં. જોકે રત્નકલાકાર યુવાને અસમંજસ હોવાથી મોટા વરાછા ખાતેના બુથ ઉપર પહોંચી ફરી વખત રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવી લેવાનું નક્કી કર્યું હતું. ગણતરીના કલાકમાં મોટા વરાછાના ટેસ્ટિંગ બુથ ઉપર કરાવેલી ચકાસણી બાદ યુવકનો રિપોર્ટ નેગેટીવ મળતાં વધુ મુંઝવણ ફેલાઇ હતી અને યુવાન ઘરે પહોંચ્યો હતો. જોકે, સાંજે ઘરે પહોંચતાની સાથે જ પોઝિટીવ રિપોર્ટના આધારે પાલિકા ટીમ નાના વરાછા સ્થિત નિવાસ સ્થાને પહોંચી જઇ સેનિટાઇઝની કામગીરી શરુ કરી હતી. શરૂઆતના તબક્કે પાલિકા કર્મીઓ પણ નેગેટિવ રિપોર્ટ જોઇને ચોંકી ગયાં હતાં. જોકે કોરોના મહામારી અને સંક્રમણની સ્થિતિ જોઇ પરિવારને માત્ર તાકીદ લેવાની સુચના આપી જતા રહેવું પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...