કામગીરી લંબાઈ:કોટ વિસ્તારમાં ડ્રેનેજ લાઈનો બદલવાનું કામ આજથી કરાશે

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લેબર્સના અભાવે કામગીરી લંબાઈ
  • ટ્રાફિક ડાયવર્ઝનની જાહેરાત ઉતાવળે કરી દેવાઈ હતી

સેન્ટ્રલ ઝોનમાં વર્ષો જુની ડ્રેનેજ લાઇનો બદલવાની સાથે નેટવર્કને વધતી વસતી પ્રમાણે સક્ષમ બનાવવાની અધૂરી કામગીરી વધુ એક વખત સોમવારથી શરૂ થવાની હતી. આ કામગીરી માટે ટ્રાફિક ડાયવર્ઝન પ્લાન નક્કી કરી 15મીથી મુગલીસરાથી ચોક અને ભાગળથી કોટસફિલ રોડ બંધ રાખવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છતાં સોમવારે કામ શરૂ થયું ન હતું. દિવાળી પર વતન ગયેલાં શ્રમીકો હજુ પરત ફર્યાં ન હોવાથી કામગીરી શરૂ થઇ શકી નથી.

ડ્રેનેજ વિભાગે કહ્યું કે, કોન્ટ્રાક્ટ કંપનીના લેબર પરત ફર્યાં નથી. જેથી સોમવારે આ કામગીરી રોકવી પડી હતી. જેના લીધે ટ્રાફિક ડાયવર્ઝન માટે રસ્તા પણ બંધ કરાયા નથી. વિભાગે કહ્યું કે, મંગળવાર સુધીમાં લેબરો આવી જાય તેવી સંભાવના છે. તેઓ આવ્યા બાદ સૂચિત માર્ગ પર લાઇન-અપ કરવાની સાથે વ્યવસ્થા ગોઠવવા એક દિવસ લાગી શકે છે પછી જ સિવિલ કામગીરી શરૂ થશે. સોમવારે ચોકથી મુગલીસરા અને ભાગળથી કોટસફિલ રોડ બંધ રહેવાના જાહેરનામાને પગલે કેટલાક દુકાનદારોએ બંધ પાળ્યો હતો. જોકે કામ બંધ રહેતાં વાહન વ્યવહાર રાબેતા મુજબ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...