વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન પર એન્ટી સબસિડી ડ્યુટી લાદવાના મુદ્દે છેલ્લાં થોડાં સમયથી સ્પિનર્સો અને વીવર્સો વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો હતો. પરંતુ મંગળવારે ડાયરેક્ટ જનરલ ઓફ ટ્રેડ રેમેડિઝ દ્વારા વિસ્કોસ યાર્ન પર ડ્યુટી દૂર કરવાનો નિર્ણય લેવાતા સુરતના 2 લાખ પાવરલુમ્સ ધારકોમાં ખુશી જોવા મળી હતી.
9મી ઓગસ્ટે ડીજીટીઆરનો યાર્ન પર ડ્યુટીને લઈને નિર્ણય જાહેર થાય તે પહેલા જ ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલા, વિસ્કોસ વીવર્સ એસો.ના ધર્મેશ પટેલ અને સુરેશ પટેલ સહિતના આગેવાનો કેન્દ્રિય કાપડ મંત્રી પિયુષ ગોયલ, રાજ્ય મંત્રી દર્શના જરદોશ અને સી.આર પાટીલને રજૂઆત કરાઈ હતી.
હવે શહેરના વીવર્સ ડ્યૂટીના ભારણ વિના ચીનથી સસ્તુ વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન આયાત કરી શકશે, દેશની કેટલીક સ્પીનીંગ કંપનીઓ દ્વારા ચીનથી આયાત થતા વિસ્કોસ ફિલામેન્ટ યાર્ન પર 40 ટકા જેટલી ઊંચી એન્ટી સબસીડી ડ્યૂટી લાદવા સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. જેનો સુરત સહિત દેશભરના વીવર્સ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.