સુરત મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં ચોમાસા પહેલા રસ્તાઓ અને રીપેરીંગ કામ અને પાણીનું પ્રેશર યોગ્ય રીતે મળી તેવી વ્યવસ્થા ઊભી કરવા નિર્ણય કરાયો છે. શહેરના અલગ-અલગ ઝોનમાં ચોમાસા પૂર્વે રસ્તાનું કામ પૂર્ણ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે.
ચોમાસા પહેલા તમામ ઝોનના રસ્તા રિપેર કરાશે
સુરત મહાનગરપાલિકાની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઇ હતી. જેમાં તમામ ઝોનના અધિકારીઓને હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ દ્વારા શહેરના વિવિધ ઝોનમાં કેટલા રસ્તા ખરાબ છે અને તેને ઝડપથી કામગીરી કેવી રીતે પૂર્ણ કરવી તે અંગેની માહિતી આપવામાં આવી હતી. ચોમાસા દરમિયાન ખૂબ જ બિસ્માર સ્થિતિમાં રસ્તાઓ થઈ જતા હોય છે ત્યારે શહેરીજનોને મુશ્કેલી ન પડે તે માટે ચોમાસા પહેલા તમામ ઝોનના રસ્તાઓ અને યોગ્ય રીતે તૈયાર કરી દેવા માટેની તાકીદ કરી દેવાઈ છે. શહેરના અલગ-અલગ વિસ્તારો ની અંદર રોડનું સમારકામ તેમજ નવિનીકરણની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તેના માટે અધિકારીઓને અગત્યની સૂચના આપી દેવામાં આવી છે.
જરૂરી પગલાં લેવા માટે સૂચન કરાયું
શહેરમાં મેટ્રોની કામગીરી ચાલી રહી હોવાને કારણે રસ્તાઓ ખરાબ થયા છે. મેટ્રોની ટીમ દ્વારા ખૂબ જ ઝડપથી શહેરની અંદર કામ શરૂ કરી દેવાયું છે. મેટ્રોની કામગીરીની આસપાસ જે રસ્તાઓ ખરાબ થયા છે તેને કારણે વાહનચાલકોને મુશ્કેલી થઇ શકે તેવી શક્યતાને જોતા ચોમાસા પહેલાએ તમામ રસ્તાઓ અને પણ વાહનચાલકો માટે પસાર થવામાં મુશ્કેલી ન આવે તેના માટે જરૂરી પગલાં લેવા માટે સૂચન કરાયું છે.
યોગ્ય પ્રેશરમાં પાણી પહોંચે તેવી વ્યવસ્થા કરવા સૂચના
ઉનાળાને કારણે શહેરમાં પાણીના વપરાશમાં વધારો થયો છે. તેને કારણે કેટલાક વિસ્તારોમાં પૂરતા પ્રેશરથી પાણી ન જતો હોવાની ફરિયાદ સામે આવી રહી છે. આવા તમામ વિસ્તારોને તાત્કાલિક અસરથી પીન પોઈન્ટ કરીને યોગ્ય પ્રેશરમાં પાણી પહોંચે તેવી વ્યવસ્થા કરવા માટેનું પણ અધિકારીઓને સૂચના આપવામાં આવ્યું છે. મે મહિનામાં હજી વધુ ગરમી પડી શકે તેવી શક્યતાને ધ્યાને લેતાં શહેરીજનોને પાણીની મુશ્કેલી ન પડે તેના માટેનું આયોજન કરવા માટે ઝડપથી નિર્ણય લઈને જે તે વિસ્તારમાં કામગીરી શરૂ કરવાની પણ ટકોર કરવામાં આવી છે.
કયા ઝોનમાં કેટલા રસ્તા રિપેર કરાશે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.