નોટિસ રદ:શહેરના દસ હજાર કરદાતાઓને રાહત, જૂના કેસો રદ કરવા હુકમ

સુરત25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1 એપ્રિલ પછીના જૂના કેસો ખોલવાની નોટિસ રદ કરી

આવકવેરા વિભાગ દ્વારા જૂના કેસોમાં ફટકારેલી નોટિસો અલ્હાબાદ હાઇકોર્ટના એક ચુકાદા પણ રદ થઈ ગઈ છે. સુરતમાં આ પ્રકારની દસ હજાર નોટિસો ઇશ્યુ થઈ હતી. હવે આગળનો નિર્ણય ન આવે ત્યાં સુધી કરદાતાઓને રાહત થઈ ગઈ છે. એક રિટ પિટિશન પર આ ચુકાદો આપવામાં આવ્યો હતો. સુરતમાં 1લી એપ્રિલ, 2021 બાદની જે નોટિસો નિકળી હતી તે બાબતે ભારે કચવાટ હતો. આ અંગે વિવિધ કોર્ટમાં રિટ પિટિશન કરાઈ હતી.

અલ્હાબાદ હાઇકોર્ટની બેન્ચે છત્તીસગઢ હાઇકોર્ટના કરદાતા વિરુધ્ધના ઓર્ડરને અમાન્ય ઠેરવતા જણાવ્યું છે કે, કાયદામાં વ્યવહારિક શબ્દને કોઇ સ્થાન નથી. કોવિડ-19ની ભયંકર સમસ્યા હતી તેની ના નથી પરંતુ એનો અર્થ એવો નથી કે 1 એપ્રિલ, 2021 પછીના નવા કાયદાકીય પ્રાવધાનોને ફક્ત પરિપત્રોથી બદલવાની સત્તા કેન્દ્ર સરકારને હસ્તગત થાય છે. બેન્ચે સોલિસિટર જનરલની એ દલીલ પણ ખારિજ કરી હતી કે, વટહુકમ દ્વારા અન્ય કાયદાની ઉપરવટ જઇને સત્તા સોપી છે અને વ્યવહારિક અને અસાધારણ સંજોગો જોતાં એ વ્યાજબી પણ છે.

IT નવા પ્રાવધાન હેઠળ નોટિસ કાઢી શકે
સી.એ. વિરેશ રૂદલાલ અને પ્રજ્ઞેશ જગાશેઠ કહે છે કે, 1 એપ્રિલ 2021 પહેલાં જે પ્રોસિડિંગ્સ ચાલુ હોય તેને લંબાવી શકાય પરંતુ જૂના કેસો ખોલવાની પ્રક્રિયા શરૂ કરી શકાય નહીં. જો કે, ઇન્કમટેક્સ ખાતું ધારે તો 1લી એપ્રિલના નવા પ્રાવધાન હેઠળ નોટિસ કાઢી શકે છે પરંતુ એમા 50 લાખનો પ્રોપર્ટી આવક છુપાવવા અંગેની શરતો જોવી પડશે.

અન્ય સમાચારો પણ છે...