તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:10 કિમીની ઝડપે પવન ફૂંકાતા શહેરીજનોને ગરમીમાં રાહત

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • લઘુત્તમ તાપમાન 25.4 ડિગ્રી નોંધાયું
  • ઉત્તરના પવનોનું જોર વધશે ત્યારે ગરમી વધશે

શહેરમાં દક્ષિણ પશ્ચિમ દિશાથી ફૂંકાતા દરિયાઇ ઠંડા પવનોને લીધે શહેરીજનો ગરમીથી રાહત અનુભવી રહ્યા છે. આજે મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો હતો. સતત ચોથા દિવસે ગરમીનો પારો 32 ડિગ્રી નજીક રહ્યો હતો. આગામી બે દિવસ તાપમાન સામાન્ય જ રહેવાનું અનુમાન છે.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર શુક્રવારે શહેરનું મહત્તમ તાપમાન 32.3 ડિગ્રી નોંધાયું હતું જોકે લઘુત્તમ તાપમાન 25.4 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 76 ટકા અને સાંજે 58 ટકા જેટલું રહ્યું હતું. દક્ષિણ-પશ્ચિમ દિશાથી 10 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઇ રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ સહિતના ગુજરાતના 8 રાજ્યોમાં ગરમીનો પારો 40 ડિગ્રી પર છે. જો કે, દક્ષિણ ગુજરાતમાં જ દરિયાઇ ઠંડા પવનોની પેટર્નને લઇ ગરમીનો પારો 35 ડિગ્રીથી ઓછો છે. ઉત્તર દિશાથી ફૂંકાતા પવનોનું જોર વધશે ત્યારે સુરતમાં ગરમીનું પ્રમાણ વધશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો