તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:મચ્છરના બ્રિડિંગ મળતાં રિલાયન્સ મોલ, ડી-માર્ટને કુલ 8 હજારનો દંડ

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાલિકાએ વિવિધ કોમર્શિયલ એકમોના 1670 સ્પોટ ચેક કર્યા, 29માં બ્રિડિંગ મળ્યાં, 46,100નો દંડ, 29 નોડલ ઓફિસરોને નોટીસ

મચ્છરજન્ય રોગ નિયંત્રણ ઝુંબેશમાં પાલિકાએ વધુ કોમર્શિયલ બિલ્ડીંગો અને કોમ્પ્લેક્ષોમાં ચેકિંગ જારી રાખ્યું છે. સોમવારે કુલ 209 પ્રિમાઈસીસોમાં ટીમ દ્વારા સર્વે કરી 1670 સ્પોટ ચેક કરવામાં આવ્યા હતાં. જ્યાં 29 બ્રિડિંગનો નાશ કરવામાં આવ્યો હતો અને કુલ 29 નોડલ ઓફિસરોને નોટીસ ફટકારવામાં અાવી છે તથા રૂપિયા 46,100 નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે.

શહેરના તમામ ઝોનમાં કરાયેલી દંડનીય કાર્યવાહી

  • વેસ્ટ ઝોનમાં રોયલ પ્લેટીનમ 5 હજાર, ઓર્ચીડ હાર્મની 2500, વીયોન પ્લાઝા 1500, ટ્રમ્પ પ્લાઝા 1500, મેગા રોયલ કોમર્શિયલ 1 હજાર, કે ગૅલેક્સી 500.
  • સાઉથ ઝોનમાં કે.એસ.બી ઓલમ્પિઆ 5 હજાર, રિલાયન્સ મોલ 5 હજાર, શ્રીનાથ કોમ્પ્લેક્સ 500, રોયલ રેસિડન્સી 500.
  • સાઉથ–ઇસ્ટ ઝોનમાં હરીકિષ્ણા આઈકોન 3 હજાર , પ્રોટો પ્રા. લિ. 2 હજાર, સેવન હોમ્સ-1500.
  • નોર્થ ઝોનમાં ડી–માર્ટ કોઝવે રોડ 3 હજાર, એસ્કોન પ્લાઝા 1 હજાર, રોયલ સ્કવેર શોપિંગ 1 હજાર, આદિત્ય શોપિંગ 500, શીવધારા બિલ્ડીંગ-500.
  • સેન્ટ્રલ ઝોનમાં મિલન પ્લાઝા, સલાબતપુરા 5 હજાર.
  • ઇસ્ટ-એ ઝોનમાં મહાત્મા ઈન્ડ્રસ્ટીઅલ 1500, દિપ કોમ્પ્લેક્સ 600,એમ. ડી. ટાવર 500.
  • ઇસ્ટ–બી ઝોનમાં નીલકંઠ પ્લાઝાને 2 હજારનો દંડ ફટકારાયો હતો.
અન્ય સમાચારો પણ છે...