કોર્ટનો નિર્ણય:રાહુલ ગાંધી સામેની સાક્ષી ચકાસવાની અરજી નામંજૂર

સુરત9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફરિયાદ પક્ષનો આશય કેસને લંબાવવાનો છે: દલીલ

લોકસભા-2019ની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ કરેલી ટિપ્પણી મામલે બદનક્ષી કેસમાં વધારાના એક સાક્ષી ચકાસવાની ફરિયાદ પક્ષની અરજી ચીફ કોર્ટ દ્વારા નામંજૂર કરાઇ હતી. હવે સંભવત: ફરિયાદ પક્ષ હાઇકોર્ટ જશે. શુક્રવારના રોજ જ વધારાના સ્ટેટમેન્ટ માટે રાહુલ ગાંધી કોર્ટમાં હજાર રહ્યા હતા અને 30 મિનિટ સુધી સવાલોના જવાબ આપ્યા હતા જેમાંથી મોટાભાગે ‘મને ખબર નથી’ એમ જ જણાવ્યુ હતુ.

ફરિયાદી પૂર્ણેશ મોદીએ બે સાક્ષીઓ તપાસવાની અરજી આપી હતી. જેમાં એક સીડી તૈયાર કરનાર હતા તો બીજા ચૂંટણી અધિકારી હતા. બદનક્ષીના કેસમાં બચાવ પક્ષે એડવોકેટ કિરીટ પાનવાલાએ દલીલ કરી હતી કે આ કેસમાં ફરિયાદ પક્ષનો આશય જેમ બને તેમ કેસને વધુને વધુ લંબાવવાનો છે. કેમકે બંને સાહેદોને ચકાસવા માટેની અરજી અગાઉ કરાયેલી હતી જે નામંજૂર કરવામાં આવી હતી.આથી સાક્ષીઓને ફરીથી ચકાસવાની પરવાનગી માગી શકાતી નથી. ઉપરાંત આ મામલો હાલ હાઇકોર્ટના કોગ્નીઝન્સમાં છે.

અન્ય સમાચારો પણ છે...