સંયુક્ત કુંટુંબની પરંપરા હાલ તુટી રહી છે ત્યારે એક પત્નીને પતિએ અલગ રહેવાની વ્યવસ્થા ન કરી આપતા પત્નીએ કરેલી ભરણપોષણની અરજી કોર્ટે નામંજૂર કરી હતી. પતિ તરફે એડવોકેટ પ્રીતિ જોષીની દલીલ હતી.
કેસની વિગત મુજબ, ઘોડદોડ ખાતે રહેતી અંકિતાના લગ્ન ઓલપાડ ખાતે રહેતા અંકિત (નામ બદલ્યુ છે) સાથે થયા હતા. લગ્ન જીવનના એક વર્ષના ગાળા બાદ દંપતિને બાળક અવતર્યું હતું. જો કે, ઓલપાડમાં રહેવાનું પત્નીને ફાવતુ ન હોવાથી પતિને અલગ રહેવા માટે જીદ કરતી હતી. પતિ પોતાના માતા, પિતા અને ભાઇ-બહેન સાથે જ રહેતો હોવાથી તે સંયુક્ત કુંટુંબ છોડીને જવા માંગતો ન હતો તેના માટે આ બાબત અશક્ય જેવી હતી.
પત્નીએ પિયર નજીક જ રહેવાની જીદ કરી હતી
પત્નીની જીદ હતી કે, પતિ પિયરની સામેના એક ઘરમાં જ રહે. આ ઘર ખાલી હતુ અને મકાન માલિક તે ભાડે આપવા માગતો હતો.
પતિ મજબૂર થઈને ઝૂકયો છતાં પત્ની સુધરી નહીં
પત્નીની વારંવારની જીદના લીધે પતિએ આખરે સુરતમાં એક ઘર રાખ્યું હતું. પરંતુ અલગ રહેવા છતાં પત્નીએ ઝઘડાં ચાલુ રાખ્યા હતા. એક દિવસ પત્ની પુત્રને લઇને પિયર જતી રહી હતી અને પતિ પર ભરણપોષણનો કેસ કરી દીધો હતો. કોર્ટમાં પતિ તરફે એડવોકેટ પ્રીતિ જોષીની દલીલ હતી કે પત્નીએ પતિનો ત્યાગ કર્યો છે, અરજદાર પત્ની આવક મેળવે છે. અલગ રહેવાની જીદ હોવાથી આક્ષેપો કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.