• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Rehabilitation Case Of Slum Rehabilitation On Railway Land In Surat, Supreme Court Dismantles Railway System Due To Contradictory Attitudes

કોર્ટ કાર્યવાહી:સુરતમાં રેલવેની જમીન પર ઝૂપડપટ્ટીના પુનર્વસન કેસ, વિરોધાભાસી વલણોથી સુપ્રિમે રેલવે તંત્રને ઉધડો લીધો

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુપ્રીમ કોર્ટે(ફાઈલ તસવીર) પુનર્વસનમાં શું કામગીરી થશે તે અંગે સોગંદનામુ રજૂ કરવા કહ્યું છે. - Divya Bhaskar
સુપ્રીમ કોર્ટે(ફાઈલ તસવીર) પુનર્વસનમાં શું કામગીરી થશે તે અંગે સોગંદનામુ રજૂ કરવા કહ્યું છે.
  • કોર્ટે આ બાબતે રેલવે સચિવ એક સપ્તાહમાં જવાબ રજૂ કરે એવી તાકીદ કરી

રેલવેની જમીન પર વસવાટ કરી રહેલા ઝૂંપડપટ્ટીવાસીઓના પુનર્વસન મામલે કોર્ટ સહિતના ભિન્ન સ્તરે રેલવે તંત્ર દ્વારા દાખવવામાં આવેલા વિરોધાભાસી વલણો બાબતે સુપ્રિમ કોર્ટે આજે રેલવે તંત્રનો ઉધડો લીધો છે. રેલવે લાઈન પ્રોજેક્ટ બાબતના ગુજરાત રાજ્યમાં 5000 જેટલા ઝૂંપડાવાસીઓને સ્થળાંતરીત કરવા બાબતના મામલા સહિતના મુદ્દે આજે સુપ્રિમમાં સુનાવણી થઈ હતી અને કોર્ટે આ બાબતે રેલવે સચિવ એક સપ્તાહમાં જવાબ રજૂ કરે એવી તાકીદ કરવામાં આવી હતી.ગુજરાતના આ કેસમાં કોર્ટમાં એવી રજૂઆત કરાઈ છે કે, જો આ ઝૂંપડાવાસીઓ માટે જો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કે પુનર્વસન નહી કરાય તો એ વિસ્તારના વાસીઓને કદી ભરપાઈ ન કરી શકાય એવું નુકસાન થશે.

ખંડપીઠનું અવલોકન
અરજકર્તાએ કહ્યું હતું કે, વર્ષ 2014 ના જૂલાઈની 23મીએ ગુજરાત હાઈકોર્ટે યથાસ્થિતી જાળવવાના આદેશને પાછો ખેંચીને રેલવે તંત્રને સુરત-ઉધનાથી જલગાંવ વચ્ચેના ત્રીજા રેલમાર્ગ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. ટોચની અદાલતે રાજ્યમાં આ ઝૂંપડાઓ હટાવવા સામે સ્ટેટ્સ ક્વો આપ્યો હતો. એ એમ ખાનવીલકર અને સી ટી રવિકુમારની ખંડપીઠે સોમવારે અવલોકન કર્યું હતું કે, આવા ઝૂંપડાવાસીઓના પુનર્વસન માટે તેઓ દિલ્હી સરકાર દ્વારા પ્રસ્તાવિત આયોજનનો રેલવે સ્વીકાર કરશે. ખંડપીઠે જણાવ્યું કે, આવા જ એક સંલગ્ન કેસમાં ગયા સપ્ટેમ્બરમાં રેલવે દ્વારા ખાતરી અપાઈ હતી કે, પ્રભાવિત લોકોના પુનર્વસન માટે તેઓ જરુરી કદમ ઉઠાવશે.

વિરોધાભાસી વલણ
કોર્ટે નોંધ્યું હતું કે, ગુજરાત અને પજાબ તથા હરિયાણાના કેસોમાં રેલવે દ્વારા તદ્ન વિરોધાભાસી વલણ અખત્યાર કરાય છે અને તેમની પાસે પુનર્વસન બાબતની કોઈ નક્કર યોજના જ નથી. પોતાના આદેશમાં કોર્ટે રેલવે સચિવને તાકિદ કરી હતી કે, સુપ્રીમ સહિતના ભિન્ન સ્તરે રેલવે દ્વારા શા માટે આ પ્રકારે વિરોધાભાસી રુખ અખત્યાર કરાય છે. રેલવેનું પ્રતિનિધિત્વ કરી રહેલા ખાસ સોલિસિટર જનરલ કે એમ નટરાજને કોર્ટે આ સવાલ કર્યો હતો. આ બાબતે અરજ વરિષ્ઠ એડવોકેટ કોલિન ગોન્સાલ્વિસે રેલવે દ્વારા કેવા પ્રકારે ભિન્ન વલણ લેવાયું હોવાનો ચિતાર અપાયો હતો.

યોજના રજૂ કરવા સૂચના
આગામી સુનાવણી 29મી નવેમ્બર પર લઈ જતા કોર્ટે રેલવેને જણાવ્યું હતું કે સોગંદનામું રજૂ કરીને પ્રભાવિત ઝૂંપડપટ્ટીવાસીઓ માટે કેવા પ્રકારનું પુનર્વસન રેલવે પ્રસ્તાવિત કરે છે તે જણાવે ગુજરાતના કેસમાં રેલવે તંત્રએ હાઈકોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને ડિમોલિશન શરુ કરવાનો નિર્ધાર વ્યક્ત કરતા તેને સુપ્રીમમાં પડકારવામાં આવ્યો હતો અને એડવોકેટ સત્ય મિત્રા દ્વારા હાઇકોર્ટના આદેશ સામે સ્ટેની અરજ કરાઈ હતી. કોર્ટે આ બાબતે કેન્દ્ર અને ગુજરાત સરકારને પણ અસરગ્રસ્તોના પુનર્વસન માટે યોજના રજૂ કરવા સૂચના આપી હતી.