પ્રતિબંધ:સુરતમાં ટ્રાફિકનું નિયમન કરતાં TRB જવાન અને પોલીસકર્મી ફરજ દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરી શકશે નહી

સુરત8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઇન્ચાર્જએ પોતાના પોઈન્ટ ઉપરના તમામ પોલીસકર્મીઓ તથા ટીઆરબીના મોબાઈલ પોતાની પાસે રાખવાના રહેશે - Divya Bhaskar
ઇન્ચાર્જએ પોતાના પોઈન્ટ ઉપરના તમામ પોલીસકર્મીઓ તથા ટીઆરબીના મોબાઈલ પોતાની પાસે રાખવાના રહેશે
  • જવાનો મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોવાની ફરિયાદો બાદ કમિશનરનો નિર્ણય

સુરતમાં ટ્રાફિક સમસ્યા હલ થાય અને ટીઆરબી જવાનો ટ્રાફિક નિયમન કરતા થાય તે માટે સુરત પોલીસ કમીશનર દ્વારા એક આદેશ કરવામાં આવ્યો છે. જેમાં ટ્રાફિક પોઇન્ટ પર ફરજ બજાવનાર ટ્રાફિક પોલીસકર્મી પોતાની પાસે મોબાઈલ રાખી શકશે નહી. તેઓએ મોબાઈલ ઇન્ચાર્જને સોપવાનો રહેશે.

પોલીસ કમિશનરે તમામને સૂચના આપી
સુરતમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવા સમાન બની છે. ઘણી જગ્યા પર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવે છે. આ ઉપરાંત હાલમાં 3 વાગ્યા સુધી દુકાનો ખોલવાની પરમીશન આપવામાં આવી છે. જેને લઈને સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. આ ઉપરાંત ટીઆરબી જવાનો અને એલ.આર. મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોવાની ફરિયાદો ઉઠી હતી. જેને લઈને સુરત પોલીસ કમિશ્નર દ્વારા એક આદેશ કરવામાં આવ્યો છે. જેમાં ટ્રાફિક પોઇન્ટ પર ફરજ બજાવનાર ટ્રાફિક પોલીસકર્મી પોતાની પાસે મોબાઈલ રાખી શકશે નહી. તેઓએ મોબાઈલ ઇન્ચાર્જને સોપવાનો રહેશે. આ સમગ્ર મામલે ટ્રાફિકના એસીપી અશોક ચૌહાણે જણાવ્યું હતું કે, સુરત પોલીસ કમિશ્નર અજય તોમર દ્વારા આ સુચના આપવામાં આવી છે.

કોઈ પાસે મોબાઈલ રહિ ગયો હશે તો સીપી કચેરીએ જમા કરાવવામાં આવશે
કોઈ પાસે મોબાઈલ રહિ ગયો હશે તો સીપી કચેરીએ જમા કરાવવામાં આવશે

ઈન્ચાર્જને મોબાઈલ જમા કરાવવો પડશે
તમામ પોઇન્ટ ઇન્ચાર્જ એ પોતાના પોઈન્ટ ઉપરના તમામ પોલીસકર્મીઓ તથા ટીઆરબીના મોબાઈલ પોતાની પાસે રાખવાના રહેશે. ફરજની શરૂઆતમાં જમા કરી દેવાના છે. ફરજનો સમય પૂર્ણ થતાં મોબાઈલ પરત આપવામાં આવશે.જો કોઈની પાસે મોબાઇલ રહી ગયેલ હશે અને જમા કરાવવામાં આવેલ નહીં હોય તો તેનો મોબાઇલ સીપી કચેરીમાં રાખવામાં આવશે.

મોબાઈલને લઈને કમિશનર દ્વારા કડક નિયંત્રણ લાદવામાં આવ્યાં છે.
મોબાઈલને લઈને કમિશનર દ્વારા કડક નિયંત્રણ લાદવામાં આવ્યાં છે.

સુરતમાં સર્જાઈ છે ટ્રાફિકની સમસ્યા
સુરતમાં હાલમાં કોરોનાને લઈને કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. પરંતુ સાંજના સમયે એક સાથે હીરાના કારખાના અને ઓફિસો બંધ થતા એક સાથે લોકો રસ્તા પર ઉતરે છે. જેને લઈને અનેક જગ્યાએ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. તો બીજી તરફ કેટલીક જગ્યાએ ટ્રાફિક નિયમન યોગ્ય રીતે નહી થતું હોવાની ફરિયાદ ઉઠી હતી. જેથી આ મામલે સુરત પોલીસ કમિશનરે આખરે આ નિર્ણય લીધો છે.

અન્ય સમાચારો પણ છે...