ગ્રાન્ટ ફાળવાશે:હવે શહેરના સ્મશાન ગૃહોના ટ્રસ્ટોનું રજિસ્ટ્રેશન ફરજિયાત

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્મશાનોને અત્યાધુનિક બનાવવા ગ્રાન્ટ ફાળવાશે
  • અંતિમ સંસ્કારમાં​​​​​​​ પડતી તકલીફો દૂર કરવા નિર્ણય

કોરોનામાં અંતિમ સંસ્કાર માટે તકલીફો પડી હતી સ્મશાન ગૃહો અંગેની જવાબદારી તેથી મહાપાલિકાની રહી છે. તેથી શહેરના તમામ સ્મશાન ગૃહો ચલાવતા ટ્રસ્ટો સાથે સંકલન રહે ટ્રષ્ટોના એક રિપ્રેઝન્ટેટીવ પાલિકા સાથે હોય અને ધાર્મિક મહત્વ ધરાવતા મોટા સ્મશાન ગૃહો માં વધુ સુવિધા આપી શકાય તે માટે મહાપાલિકાએ નવી નીતિ નક્કી કરવા જઈ રહ્યું છે.

મહાપાલિકા એ નવા વિસ્તારોના ચાર અને શહેરના 9 સહિત 10 મળી 14 જેટલા સ્મશાન ગૃહો માટે મેઈન્ટેનન્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નવું ડેવલપમેન્ટ એમ ત્રણ પ્રકારની ગ્રાટ આપવા તથા રજિસ્ટ્રેશન ફરજિયાત કરવા સહિતના જુદા જુદા નીતિ નિયમો નક્કી કરવા સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ થઈ છે.

શહેરમાં સ્મશાનગૃહની સંખ્યા ખૂબ જ ઓછી જણાય છે તેમજ હાલ ચાલુ સ્મશાનગૃહોમાં મૃતદેહના અગ્નિ સંસ્કારની કામગીરી ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃતિથી કરાવવામાં આવે છે. જેથી આવી સંસ્થાઓ અવરનવર અનુદાન માંગણી માંગે છે. જ્યારે રાષ્ટ્રીય માવન અધિકાર આયોગ,ન્યુ દિલ્હીએ એડવાઈઝરી પ્રસિધ્ધ કરી છે.

અન્ય સમાચારો પણ છે...