હીરા ઉદ્યોગકારો:‘MSMEમાં રજીસ્ટ્રેશન કરાવી આત્મનિર્ભર યોજનાનો લાભ લો’

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડાયમંડના ઓર્ડર મુજબ રફ ખરીદવા વેપારીઓને સલાહ

કોરોના મહામારીની સાથે ભારત, પાકિસ્તાન, ચીન અને નેપાળ સરહદે તંગદિલીના કારણે જેમ એન્ડ જ્વેલરીની ડિમાન્ડમાં ઘટાડો થયો છે. મુંબઇ ડાયમંડ મર્ચન્ટ એસોસિએશન અને સુરત ડાયમંડ બુર્સએ સંયુક્ત રીતે રફ ડાયમંડની ખરીદી કોવિડ સંક્રમણને ધ્યાનમાં રાખીને કરવા અપીલ કરી છે. જરૂરિયાત મુજબનો સ્ટોક 9 જુલાઈ સુધી મંગાવવા સૂચન કરાયું છે. તેમજ જે હીરા ઉદ્યોગકારોએ એમએસએમઇમાં રજીસ્ટ્રેશન કરાવ્યું નથી તેમને રજીસ્ટ્રેશન કરાવવા અને સરકારની આત્મનિર્ભર યોજનાનો લાભ લેવા જણાવ્યું છે.

સુરત ડાયમંડ બુર્સ અને સુરત ડાયમંડ એસોસિએશન સહિતના સંગઠનોની મુંબઇમાં 27 જૂને સમીક્ષા બેઠક યોજાઇ હતી

હીરા ઉદ્યોગકારો જણાવે છે કે, હજુ પણ વૈશ્વિક જેમ એન્ડ જ્વેલરી બજારોમાં કોરોનાની અસર વર્તાઈ રહી છે. જેના કારણે ઘણા માર્કેટો કાર્યરત થઈ શક્યા નથી. અમેરિકા, યુરોપ અને દુનિયાના અનેક વિકસિત દેશોમાં કંપનીઓ બંધ છે. આવા સમયે જ્વેલરી સેક્ટરને મોટું નુકસાન થયંુ છે.   વિદેશોમાં કટ-પોલિશ્ડ હીરા અને જ્વેલરીની માંગમાં પણ પાછલા મહિનામાં 75%થી વધુનો ઘટાડો નોંધાયો હોવાનો અહેવાલ સ્થાનિક સંસ્થાઓ દ્વારા રજૂ કરાયો છે. ડિમાન્ડના અભાવે હીરાનો સ્ટોક થઇ ગયો હોવાથી ઉદ્યોગકારો રફની ખરીદી કરી બિનજરૂરી સ્ટોક નહીં કરવા અપીલ કરાઇ છે. મુંબઇ ડાયમંડ મર્ચન્ટ એસોસિએશન, સુરત ડાયમંડ બુર્સ અને સુરત ડાયમંડ એસોસિએશન સહિતના સંગઠનોની મુંબઇમાં 27 જૂને સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં હીરા ઉદ્યોગમાં જે વેપારી કે કારખાનેદાર એમએસએમઇ રજિસ્ટર્ડ નથી તેમને રજિસ્ટ્રેશન કરવા માટે સૂચન કરી સરકારના આત્મનિર્ભર પેકેજનો લાભ લેવા પણ જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...