તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:સ્કૂલો શરૂ કરવા અંગે વાલીઓએ કહ્યું, અમે બાળકો મોકલવા તૈયાર પણ વેક્સિન અપાવો

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધો. 12ની સ્કૂલ શરૂ કરવા સરકારની મંજૂરી, એક વર્ગમાં 30ને બેસાડાશે

કોરોનાના કેસ ઘટતા સરકારે 15મી જૂલાઇથી ધો.12ની સ્કૂલ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી સુરત શહેર અને જિલ્લાની 741 સ્કૂલમાં 60 હજાર વિદ્યાર્થી ફરી ઓફલાઇન શિક્ષણ લેતા થશે. શહેરની નાની મોટી સ્કૂલના સંચાલકોએ કહ્યું કે, સરકારની જાહેરાત બાદ અમે તાકિદે વાલીઓને સોશિયલ મીડિયા અને એપથી સંમતિ પત્રક મોકલ્યા છે.

એક વર્ગમાં 30 વિદ્યાર્થીને બેસાડીશું. ઓનલાઇનનો પણ ઓપ્શન આપીશું. 150 સ્કૂલમાં ધો.10 અને 12ના રિપિટર વિદ્યાર્થીની પરીક્ષા પણ 15મી જૂલાઈથી લેવાશે. જેથી તે સ્કૂલ બોર્ડની પરીક્ષા પૂર્ણ થયા બાદ શરૂ થશે. આ અંગે વાલીઓએ કહ્યું કે, અમે બાળકોને મોકલવા તૈયાર પણ સરકાર દ્વારા બાળકો માટે પણ વેક્સિનની વ્યવસ્થા કરવામાં આવે.

ડમી વાલી મોકલીને રોજ 5 સ્કૂલોનું ચેકિંગ થશે, પોઝિટિવ કેસ આવે તો વર્ગ બંધ કરાશે ,એચ. એચ. રાજ્યગુરૂ, જિલ્લા શિક્ષણાધિકારી
સેકેન્ડ વેવની જેમ આ વખતે વિદ્યાર્થીઓ કે શિક્ષકોને કોરોના ન થાય તે માટે શું તકેદારી?

- શાળાના તમામ કર્મી માટે આરટી-પીસીઆર ફરજિયાત કરીશું, રોજ ડમી વાલીઓને પાંચ શાળાએ મોકલી ગાઇડલાઇનનું પાલન થાય છે કે નહીં તેનું સરપ્રાઇઝ ચેકિંગ કરીશું.
કોઈ શાળા કોવિડ-19ની ગાઇડલાઇનનું પાલન નહીં કરતી હોય તો તો શું કરશો?
- તેનો રિપોર્ટ બનાવી શિક્ષણ વિભાગને મોકલાશે, તેઓ એપેડેમિક એક્ટ મુજબ કાયદેસર કાર્યવાહી કરવા કહેશે તો તે મુજબ કાર્યવાહી કરીશું.
શાળામાં પોઝિટિવ કેસ આવે તો શું કરશો?
- તો તે શાળા બંધ નહીં થશે, પણ તે વર્ગને એસએમસીની સૂચના મુજબ પંદર દિવસ માટે બંધ કરાશે.

ધો.12ની જેમ અન્ય ધોરણ શરૂ કરો
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રવક્તા ડો. દિપક રાજ્યગુરૂએ જણાવ્યું કે, ધો.12ની જેમ અન્ય ધોરણના પણ વર્ગો શરૂ કરી વિદ્યાર્થીઓને વેક્સિન મળે એવી માંગ છે.

નાના બાળકોની પણ શાળા શરૂ કરો
વાલી મંડળના પ્રમુખ ઉમેશ પંચાલ જણાવે છે કે વિદ્યાર્થીઓને તાકિદે વેક્શિન આપો. તમામ ધોરણો ધીમે ધીમે શરૂ કરો. ધો.12ની શાળા શરૂ કરવાનો નિર્ણય આવકાર્ય છે.

અન્ય સમાચારો પણ છે...