• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Refusing To Intoxicate A Young Man In Surat Becomes Expensive, Girl And Young Man Beat Up Together, Video Goes Viral On Social Media

મારામારીના CCTV:સુરતમાં યુવકને નશો કરવાની ના પાડવી મોંઘી પડી, યુવતી અને યુવકે મળીને માર માર્યો, વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ

સુરત21 દિવસ પહેલા
યુવતી અને યુવકે ભેગા મળીને યુવકને માર માર્યો હતો
  • નશો કરવાની ના પાડનારને યુવક અને યુવતીએ ગુસ્સે ભરાઈને માર માર્યો

સુરતના લિંબાયત વિસ્તારમાં નશો કરવાની ના પાડવી મોંઘી પડી હોવાની ઘટના સામે આવી છે. એક યુવકે નશો કરી રહેલા અન્ય યુવકને નશો ન કરવા માટે સલાહ આપી હતી. જોકે નિશાની હાલતમાં ગુસ્સે ભરાઈને યુવતી સાથે મળીને ના પાડનાર યુવકને માર માર્યો હતો. માર મારવાની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામા કેદ થઈ જતા વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જોકે, આ અંગે પોલીસે કોઈ ફરિયાદ ન મળી હોવાનું જણાવ્યું હતું.

નશાબાજ યુવકની સાથે યુવતીએ પણ હાથ સાફ કર્યા
લિંબાયત વિસ્તારમાં આવેલા પ્રભુ નગરમાં મારામારી થઈ હોવાના સીસીટીવી સામે આવ્યા છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહેલા આ સીસીટીવી મુજબ એક યુવક નશો કરી રહ્યો હતો. ત્યારે અન્ય યુવક તેને નશો ન કરવા માટે સુફિયાની સલાહ આપવા આવ્યો હતો. જોકે નશામાં ધૂત યુવક ગુસ્સે ભરાઈ ગયો હતો અને અપશબ્દો કહેવાયા બાદ મામલો વણસ્યો હતો અને મારામારી સુધી પહોંચ્યો હતો. યુવકના સપોર્ટમાં અન્ય યુવતી પણ આવી હતી અને માર મારવા લાગી હતી. આ સમગ્ર દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા.

વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ
નશાબાજ યુવક અને તેના સપોર્ટમાં આવેલી યુવતી દ્વારા હાથથી યુવકને માર મારવામાં આવ્યો હતો. આ ઘટના સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહી છે. ત્યારે આ અંગે લિંબાયત પોલીસે જણાવ્યું હતું કે, હજુ સુધી અમને કોઈ ફરિયાદ મળી નથી. જો ફરિયાદ મળશે તો તપાસ હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...