તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:ખરીદનાર વેપારી ‌‌‌ટેક્સ ન ભરે તો પણ રિફંડ જામ થશે, જીએસટીમાં 500થી વધુ અરજી પેન્ડિંગ

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નંબર લેવામાં થતી કનડગત પણ યથાવત

જીએસટીમાં રિફંડ બાબતે સ્થળ તપાસનો નવું ડીંડક શરૂ કરાયા બાદ હવે જે વેપારીઓને રિફંડ લેવાના છે તેના મામલે અધિકારીઓ ખો-ખોની રમત રમવા લાગ્યા છે. માલ ખરીદનાર વેપારી ટેકસ ક્રેડિટમાં એડજસ્ટ કરી લે તો પણ અધિકારીઓ માલ વેચનાર વેપારીનું રિફંડ અટકાવી રહ્યા છે. બીજી તરફ નવો નંબર લેવામાં થતી કનડગત હજી યથવાત રહેવા પામી છે. જીએસટી નંબર રદ થયા બાદ ફરીથી તેને એક્ટિવ કરાવવામાં પણ ડિપાર્ટમેન્ટના ધાંધિયા યથાવત રહેતા આવા વેપારીઓનો તો ધંધો જ બંધ થઈ ગયો છે. કેમકે ઇ-વે બિલ જ જનરટે થઈ રહ્યા નથી.

ટીમાં રિફંડ આપવામાં થઇ રહેલી લાલિયાવાડીના લીધે વેપારીઓ પરેશાન છે. 500થી વધુ વેપારીઓની અરજી પેન્ડિંગ છે. ત્યારે રિફંડની અરજી કરનારા વેપારીના ધંધાકિય સ્થળની તપાસ કરવાના આદેશ બાદ અધિકારીઓએ હવે ડિંડક ઊભુ કર્યું છે જે મુજબ માલ ખરીદનાર વેપારી જો ક્રેડિટથી ટેક્સ એડજસ્ટ કરી લે તો પણ રિફંડ અપાતુ નથી. જીએસટી બાર એસો.ના પ્રમુખ પ્રશાંત શાહ કહે છે કે નવી સિસ્ટમ લાગુ થયા બાદથી વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

બીજા વેપારીએ ટેક્સ ભર્યો કે હોય અને તે કેવી રીતે ભર્યો કે ન ભર્યો તેના આધારે કાયદેસર રિફંડ મેળવનારા વેપારીને હેરાન ન કરી શકાય.નોંધનીય છેકે, જીએસટીની સાથે હાલ ઇન્કમ ટેક્સમાં પણ રિફંડ ન મળતા વેપારીઓને પરેશાની ભોગવવી પડી રહી છે. ઇન્કમ ટેક્સ વિભાગનું પોર્ટલ અઢી મહિનાથી ઠપ્પ છે. આઇટીમાં વર્ષે સુરતમાં 700 કરોડ રૂપિયાનું રિફંડ ચૂકવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...